શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 6 જૂન 2018 (11:35 IST)

સૂર્યાસ્ત સમયે માટીના દિવામાં પ્રગટાવો કપૂર અને કરી લો એક ઉપાય.. દરિદ્રતા રહેશે દૂર

બધા દેવી-દેવતાઓની પૂજામાં દીવા સાથે જ કપૂરની આરતી પણ કરવામાં આવે છે. કપૂરમાંથી નીકળનારો ધુમાડો નકારાત્મકતા દૂર કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે.  ઘરમાં કપૂરથી આરતી કરતી વખતે આ મંત્ર જરૂર બોલવો જોઈએ. 
 
મંત્ર - कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेंद्रहारम्। सदावसंतं हृदयारविंदे भवं भवानी सहितं नमामि।।
 
જ્યોતિષમાં કપૂરના કેટલાક ઉપાય પણ બતાવ્યા છે. જેનાથી ઘનની કમી પણ દૂર થઈ શકે છે.  આવો જાણો એ ઉપાય.. 
 
1. રોજ સૂર્યાસ્ત સમયે માટીના દીવામાં કપૂર પ્રગટાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. તુલસી પાસે પણ કપૂર પ્રગટાવો. આરતી કરો. આ ઉપાયથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને દરિદ્રતા ઘરેથી દૂર થઈ શકે છે. 
2. રોજ સાંજે બેડરૂમમાં કપૂર પ્રગટાવો. આવુ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી લાભ મળે છે. રૂમનો વાસ્તુ દોષ દૂર થાય છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ રહે છે. 
3. અઠવાડિયામાં એક વખત બુધવારે ઘી કપૂર અને સાકરનુ દાન કરો. આ ઉપાય કરવાથી નિકટના ભવિષ્યમાં શુભ ફળ મળી શકે  છે. 
4. ઘરમાં સવાર સાંજ પૂજા કરવી જોઈએ. પૂજા કરતી વખતે કપૂરથી આરતી પણ જરૂર કરો. આ ઉપાયથી પૂજામાં ભગવાનની પ્રસન્નતા જલ્દી મળે છે. 
5 . રોજ સવારે ગંગાજળ કે સ્વચ્છ જળમાં કપૂર મિક્સ કરો અને મેન ગેટ પર છાંટો. આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરતી નથી. કોઈની પણ ખરાબ નજર લાગતી નથી. 
6. એવી માન્યતા છે કે કપૂર ઘરમાં જરૂર રાખવો જોઈએ. તેનાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થઈ શકે છે.