1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (09:47 IST)

Mangal pradosh- આજે કરો બજરંગ બાણનો પાઠ, પૂરી થશે દરેક મનોકામના

mangal pradosh
Mangal Pradosh- આ વખતે, 5 મેના રોજ મંગળ પ્રદોષનો યોગ બની રહ્યો છે.  પ્રદોષ તિથિ શિવની પૂજા માટે ઉત્તમ કહેવાય છે અને મંગળવઆર હનુમાનની પૂજા કરવા માટે.  હનુમાનજીને શિવનો અવતાર માનવામાં આવે છે. તેથી 5 મે ના રોજ પડનારો મંગળ પ્રદોષ શુભ ગણાય છે આ શુભ યોગમાં બજરંગ બાણના પાઠ કરવાથી ઘણી સમસ્યાઓનો હલ થઈ શકે છે. કેવી રીતે  બજરંગ બાણના પાઠ કરવા જોઈએ આવો જાણીએ... 
 
આ વિધિથી કરો બજરંગ બાણનો પાઠ 
 
- મંગળવારે સવારે સ્નાન કર્યા પછી શુધ્ધ કપડાં પહેર્યા પછી લાલ કાપડ પર હનુમાન પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો 
- હનુમાનજીને અબીલ, ગુલાલ વગેરે અર્પણ કરો અને લાલ ફૂલ ચઢાવો. ગાયના 
 શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો જે પાઠના અંત સુધી સળગતા રહો. 
- ઘરમા બનેલા શુદ્ધ ઘી ના ચુરમાનો ભોગ લગાવો. જો શક્ય હોય તો ગોળ-ચણાનો ભોગ પણ લગાવી શકો છો. 
- ત્યારબાદ પછી બજરંગ બાણનો પાઠ શરૂ કરો. પાઠના અંતે હનુમાનજીની કષ્ટ નિવારણ માટે પ્રાર્થના કરો.
- જે ઘરમાં બજરંગ બાણનો પાઠ કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા રહેતી નથી અને પોઝીટીવ એનર્જી કાયમ રહે છે.