1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 19 એપ્રિલ 2016 (15:40 IST)

હનુમાન જયંતી - ઘરને અશુભ નજરથી બચાવે છે આ મંત્ર

ઘરની પવિત્રતા માટે હનુમાન જયંતી પર અને પછી નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારના રોજ હનુમાન મંદિર જાવ અને સુંદરકાંડનો પાઠ કરો. 
 
ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખતમ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌ મૂત્રનો છિંડકાવ કરો. ગૌ-મૂત્રને પવિત્ર પદાર્થ માનવામાં આવ્યો છે અને તેમા વાતાવરણમાં રહેલી બધી નકારાત્મક શક્તિઓને સમાપ્ત કરવાની શક્તિ હોય છે. 
 
જો તમને શક છે કે કોઈએ તમારા પર કોઈ જાદુ ટોણો કર્યો છે તો પણ ગૌ-મૂત્ર સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. તમારા શરીર પર ગૌ-મૂત્ર છાંટો. 
 
રોજ થોડુ થોડુ ગૌમૂત્ર પીવાથી પણ લાભ થાય છે. 
 
માત્ર આ બે સહેલા ઉપાયથી બધા પ્રકારના ટોના-ટોટકા અને ખરાબ નજરના પ્રભાવથી બચી શકાય છે.  


 
।। नमस्‍ते रूद्ररूपाय करिरूपाय ते नम:।।
ઘરને ખરાબ નજરથી બચાવવા માટે ઉપરોક્ત મંત્રને લખીને હનુમાનજીના મંદિરમાં સ્પર્શ કરાવીને ઘરના મંદિરમાં લાવીને મુકો. સાથે જ એક નારિયળ અને સોપારી પણ મુકો. ખરાબ પ્રભાવ ચોક્કસ દૂર થશે.