રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 6 એપ્રિલ 2016 (12:13 IST)

આ 10 ખરાબ આદત તમને ક્યારેય ધનવાન નહી બનવા દે

શાસ્ત્રો મુજબ આપણે અનેક નાની-મોટી ખરાબ ટેવોનો શિકાર થાય છે જે આપણને ધનવાન બનવા દેતી નથી. જાણો શુ છે તે આદતો અને તેનાથી બચવાના ઉપાય ? 
 
- અનેક લોકોને પોતાનુ બાથરૂમ ગંદુ રાખવાની ટેવ હોય છે. લોકો ન્હાયા પછી તેને સાફ નથી કરતા. પણ શાસ્ત્રો મુજબ આ નુકશાનદાયક છે. બાથરૂમને ગંદુ છોદવાથી ચંદ્રમાની સ્થિતિ ખરાબ થઈ જાય છે અને પછી જાતકને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેથી તમારુ બાથરૂમ હંમેશા સાફ રાખો. 
 
- થાળીમાં અન્ન ન છોડો. અનેક લોકો એવા પણ હોય છે જે ખાવાનું જરૂરિયાતથી વધુ થાળીમાં લઈ લે છે અને પછી તેને ન ખવાતા થાળીમાં જ છોડી દે છે. શાસ્ત્રો મુજબ થાળીમાં અન્ન છોડવુ જોઈએ નહી. 
 
-  એવુ કહેવાય છે કે જમ્યા પછી જો એંઠા વાસણો વધુ સમય સુધી રાખવામાં આવે છે તો શનિનો ખરાબ પ્રભાવ પડે છે. જો તમે જમ્યા પછી તરત થાળી સાફ કરી લો છો તો મા લક્ષ્મીની કૃપા થાય છે અને સમૃદ્ધિ વધે છે. 
 
- અનેક વાર ઘરના નાના-નાના કામો પર ધ્યાન નથી આપવામાં આવતુ. પણ શાસ્ત્રો મુજબ આ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.  કહેવાય છે કે જો રોજ તમે તમારી પથારી સાફ નથી કરતા તો તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેથી રોજ આખા ઘરની સફાઈ કરવાની સાથે સાથે તમારો બેડ પણ સાફ કરવો જોઈએ. 
 
- શાસ્ત્રોમાં બેડ સાફ કરવાની વાત તો કહેવાય છે પણ એ વિશે ધ્યાન આપવા બાબત એ છે કે બેડની સફાઈ સવારે જ કરવી જોઈએ. રાત્રે બેડની સફાઈ કરવાથી ઘરમાં નકારાત્મક પ્રભાવ પડે છે. 
 
-  આસપાસ થૂંકવાથી પણ દરિદ્રતા આવે છે.  શાસ્ત્રો મુજબ આસપાસ, આમ-તેમ થૂંકવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. તેથી રસ્તામાં કે ઘરની આસપાસ ક્યાય થૂંકવુ ન જોઈએ. 
 
- શાસ્ત્રો મુજબ સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડૂ ન લગાવવી જોઈએ. આવુ કરવુ અશુભ માનવામાં આવે છે. જો તમે સૂર્યોદય પછી સફાઈ કરો છો તો મતલબ તમે તમારી ખુશીઓની સફાઈ કરો છો. 
 
-  તમારા ઘરની ઉત્તર દિશામાં સકારાત્મક વસ્તુઓ મુકો અને આ દેશામાં સાફ સફાઈ પર વિશેષ ધ્યાન આપો. કારણ કે આ દિશામાં કુબેરનો નિવાસ હોય છે. 
 
- ધન આગમન માટે પ્રયોગ કરવામાં આવેલ વાસ્તુ ચિન્હ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં મુકો. આ દિશામાં રોશની તરફની વ્યવસ્થા હોવી જોઈએ. ભારે વસ્તુઓ આ દિશામાં મુકશો નહી. 
 
- જો તમે તમારા ઘરમાં ધનના દેવતા કુબેરની સ્થાપના કરવા માંગો છો તો ઉત્તર દિશામાં કરો. શાસ્ત્રો મુજબ આ દિશામાં પૂજા ઘર બનાવવુ શુભ હોય છે અને સુખ શાંતિ આવે છે.