સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 5 ઑગસ્ટ 2018 (08:48 IST)

કામિકા એકાદશીનો પર્વ છે ખાસ, નાનકડો કામ આખી ધરતી દાન કરવાનું ફળ અપાવશે

શ્રાવણનો મહીનો શિવશંકરનો મહીનો છે. આ મહીનામાં કરેલ જપ તપ વ્રત ધ્યાનનો ફળ શિવ-શંકર આપે છે. તેના પર સારું સંયોગ છે કે  કામિકા એકાદશીનો પર્વ બૃહસ્પતિવારને ઉજવાશે. જે શ્રી હરિ વિષ્ણુનો પ્રિય વાર છે. 
શાસ્ત્રોમાં કામિકા એકાદશીનો વ્રત રાખવા માતે નિયમ જણાવ્યા છે. શાસ્ત્રાનુસાર દશનીના દિવસે શુદ્ધ આહાર ગ્રહન કરવું જોઈએ. સૂર્યાસ્ત પછી ભોજન નહી કરવું જોઈએ. એકાદશીના દિવસે સવારે સ્નાન વેગેરે કરી પવિત્ર થઈ સંકલ્પ કરી શ્રીહરિના વિગ્રહની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને ફૂલ, ફળ, તલ, દૂધ, પંચામૃત વગેરે પદાર્થ અર્પિત કરવા જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે એકાદશીની દિવસે ભગવાન વિષ્ણુને તુલસીનો પાન ચઢાવું અને ભગવાનની સામે ઘી કે તલનો દીપક 

પ્રગટાવો. જે માણસ આવું કરે છે તેના પિતૃગણ પિતર લોકમાં આનંદ ઉજવે છે અને તેને સદગતિ હોય છે. આવું માણસ મૃત્યું પછી ઉત્તમ લોકમાં જાય છે. કામિકા એકાદશીમાં પાકા ફળોનો સેવન વર્જિત છે.
 
શું ખાસ કરીએ 
 
સમૃદ્ધિ માટે- ભગવાન વિષ્ણુના મંદિરમાં શંખ અર્પિત કરો. 
 
સંતાન પ્રાપ્તિ માટે - ભગવાન વિષ્ણુ પર હળદર ચઢાવી હમેશા નાભિ પર તિલક કરો. 
 
ધન પ્રાપ્તિ માટે- ભગવાન વિષ્ણુ પર ચઢેલી હળદર પીળા કપડામાં એક આખી લાલ મરચા સાથે બાંધીને તિજોરીમાં મૂકો. 
રોગ મુક્તિ માટે -   ભગવાન વિષ્ણુ પર ગોળ -ચણા ચઢવીને કાળી ગાયને ખવડાવો. 
 
તરત લગ્ન માટે- ભગવાન વિષ્ણુ પર 11 કેળા ચઢાવીને કોઈ બ્રાહ્મણને દાન કરો.