રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Kevda Trij Vrat samagari - કેવડા ત્રીજ વ્રતની સામગ્રી- જાણો શું શું જોઈએ

સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારુ છે.વ્રત કરનારે નિત્ય ક્રમમાંથી પરવારી, ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી.  આ દિવસે નકોરડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો. આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ મળે છે. 
 
સામગ્રી :
- આ પૂજામાં માતાજીની પ્રતિમા બનાવવા માટે કાળી માટીની ખાસ જરૂર પડે છે. આ ઉપરાંત કેવડો, તુલસી, મંજરી, જનોઇ, વસ્ત્ર અને વિવિધ પ્રકારના ફળ-પાન ચડાવવામાં આવે છે. આ ઉપરાંત શ્રીફળ, અબીલ ચંદન, કપૂર, કંકુ તથા પંચામૃત પણ તમારુ પૂજા માટે જરૂરી છે.
 
- આ પ્રસંગે માતાજીને મહેંદીનો કોન, વિછીંયા, કાજલ, બિંદી, કંકુ, સિંદુર, કાંસકો વગેરે સૌભાગ્યવતીની
સામગ્રી ચડાવવામાં આવે છે.