1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 26 એપ્રિલ 2022 (19:38 IST)

Shani Amavasya 2022: શનિ અમાવસ્યા પર કરી લો આ ઉપાય, બદલાય જશે કિસ્મત

shani
શનિવારે આવતી અમાવસ્યા શનિ અમાવસ્યા અથવા શનિશ્ચરી અમાવસ્યા તરીકે ઓળખાય છે. આ વખતે શનિ અમાવસ્યા 30 એપ્રિલે આવી રહી છે. આ સાથે આ દિવસે આંશિક સૂર્યગ્રહણને કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જે લોકો સાડે સતી કે ધૈયાથી પીડિત છે, તેઓ ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરી શકે છે. ચાલો જાણીએ શનિના દોષોથી મુક્તિ મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ 
 
સરસવના તેલનો દિવો પ્રગટાવો
શનિ અમાવસ્યાના દિવસે સાંજે શનિદેવની મૂર્તિની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમને સરસવનું તેલ અર્પણ કરો. આ સાથે તેમને કાળા રંગનું કપડું અર્પણ કરો. ત્યારબાદ શનિ ચાલીસાનો પાઠ કરો. આ દિવસે પીપળના ઝાડના મૂળમાં દીપક પ્રગટાવવો જોઈએ. તેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.  
 
હનુમાનજીની પૂજા કરો 
 
આ દિવસે શનિદેવ સાથે બજરંગબલીની પૂજા કરવાનુ પણ વિધાન છે. એવી માન્યતા છે કે શનિદેવ હનુમાનજીના ભક્તો પર હંમેશા કૃપા કરે છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજીના દર્શન કરવા માત્રથી બધા દોષ સમાપ્ત થઈ જાય છે. 
અને અવરોધો દૂર થાય છે. 
 
રૂદ્રાક્ષ ધારણ કરો 
 
એવી માન્યતા છે કે શનિ અમાવસ્યાના દિવસે સાતમુખી રૂદ્રાક્ષને ગંગાજળમાં ધોઈને ધારણ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે. આ દિવસે ૐ પ્રાં પ્રીં પ્રોં સ: શનૈશ્ચરાય નમ: અને ૐ શં શનિશ્ચરાયૈ નમ: મંત્રોનો જાપ જરૂર કરો. આ દિવસે ગરીબ લોકોને દાન કરો. 
 
પિતૃ દોષ દૂર કરવા માટે કરો આ ઉપાય 
 
આ દિવસે પીપળાના ઝાડ નીચે ચૌમુખી દીવો પ્રગટાવવાથી ધન, વૈભવ અને યશમાં વૃદ્ધિ થાય છે. સાથે જ પિતૃ દોષથી પણ મુક્તિ મળે છે. માન્યતા છે કે આ દિવસે પીપળાના નીચે સરસવના તેલનો દિવો પ્રગટાવો. આવુ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પૈસાની કમીથી છુટકારો મળે છે. 
 
આ વસ્તુઓનુ કરો દાન 
 
શનિ અમાસના દિવસે કાળી વસ્તુઓનુ દાન કરવાથી લાભ થાય છે.  આ દિવસે અડદની દાળ, કાળા કપડા, કાળા તલ અને કાળા ચણા કોઈ ગરીબને દાન આપવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. પણ આ દિવસે પોતે કાળા કપડા પહેરવાથી બચો. આવુ કરવાથી ઘરમાં ખુશહાલી આવે છે.