આ મંત્રના કારણે શ્રવણ કુમારને માબાપ ભારે લાગતા નહોતા...

Last Modified સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (11:10 IST)
બહ્મદત્તના મનમાં વિચાર આવ્યો કે તીર્થયાત્રા પર જઈએ .પરંતુ નાના ભાઇની
અપંગતા અવરોધ બની રહી હતી. હરવા-ફરવાથી લાચાર એવા આ અપંગ ભાઈને કોના વિશ્વાસે
છોડી જવો ? આ વિચાર તેને સતાવતો હતો. એને એક ઉપાય શોધી કાઢ્યો. તેણે વિચાર્યું કે તે ભાઈને ખભા પર કે કાંવડમાં બેસાડી સાથે તીર્થ પર લઈ જઈ શકે છે.

બંને ભાઈઓએ પ્રવાસ શરૂ કર્યો . મેદાનો અને રસ્તા પર તો
મુસાફરી થઈ ,પરંતુ પર્વત માર્ગો પર મુશ્કેલી પડી રહી હતી. પરસેવા સાથે તેનો
શ્વાસ ફૂલવા લાગ્યો .બહ્મદત્તે જોયું કે એક દસ-બાર વર્ષની છોકરી પોતાના નાના ભાઈને ખભા પર લઈ ખૂબ જ મજાથી ચઢી રહી હતી. તે થાકેલી અને પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી.

બહ્મદત્તે પોતાના ભાઇને ખભા પરથી નીચે ઉતાર્યો અને તે છોકરી પાસે ગયો અને કહ્યું ,બેટા ,તું ખૂબજ થાકી ગઈ હશે . કેમ આટલો બોઝો લઈને ચાલે છે . આ સાંભળી છોકરી આશ્ચર્યવશ બોલી. સાહેબ ,ભાર તમે લીધો હશે . હું તો મારા નાના ભાઈને લઈ જઈ રહી છુ. નાનો ભાઈ પણ ક્યારેય ભારરૂપ લાગે ખરો ?

બહ્મદત્તને આ સાંભળી ચકિત થવા કરતા વધુ ક્ષોભ અનુભવ્યો. તેને દુ:ખ થયુ કે તેણે છોકરીને એવુ કેવુ કહી દીધુ કે તે ભારથી થાકી રહી હશે. પશ્ચાપતાપ થતાં તેને પોતાના અપંગ ભાઈનો ખ્યાલ આવ્યો અને તેને લઈને ચાલતા ,જે થાક લાગયો હતો તે પણ
દૂર થઈ ગયો.

બહ્મદત્તે વિચાર આવ્યો કે
આ તો
મારો ભાઈ છે ,પરિવારનું
એક અંગ છે. એવું લાગ્તા જ એનો ભાર તેને ફૂલોની જેમ લાગવા માંડ્યો હતો. પ્રેમ અને સેવાનો આનંદ લેવો હોય તો મેહનતની કીમત ચૂકવવી જ પડશે. જ્યાં પણ આત્મીયતા જોડાય છે ત્યાં ,શ્રમ થકાવતો નથી પણ સ્ફૂર્તિ આપે છે .


આ પણ વાંચો :