જાણો કેદારનાથ મંદિરનો ઈતિહાસ, શુ છે મંદિરની વાસ્તુકલા ?

kedarnath


4 વર્ષ પહેલા કુદરતે બાબા કેદારનાથ ધામમાં એવો વિનાશ વર્તાવ્યો
કે મંદિર ચોકમાં લાશો, કાટમાળથી ભરાય ગયો હતો.
ગૌરીકુંડ અને રામબાડા સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયુ. હોટલ, લોજ અને બજારના બજાર વહી ગયા. સાઢા 11 હજાર ફીટની ઊંચાઈ પર બાબા કેદારનાથ વિરાજમાન છે અને બસ આ જ મંદિર હવે બાકી બચ્યુ હતુ. વાદળ ફાટવાથી અહી એવી તબાહી મચી હતી કે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો.
6 ફીટના જે માળખા પર મંદિર બન્યુ છે બસ એ જ બચી ગયુ હતુ.
છેવટે એવુ શુ છે આ મંદિરમાં. હજારો વર્ષ જુનુ આ મંદિરને કુદરતનો વિનાશ હલાવી પણ ન શક્યો. જ્યારે કે આસપાસ મોર્ડન ટેકનોલોજીથી બનેલ મકાન, હોટલો, લોજ પત્તાની જેમ વિખરાય ગયા હતા. શુ આ ફક્ત કુદરતનો જ ચમત્કાર છે કે પછી પ્રાચીન ભવન નિર્માણ શૈલીનો આધુનિક તકનીકને પડકાર છે. કોણે બનાવ્યુ કેદારનાથ મંદિર,ક્યારે બનાવ્યુ, કેવી રીતે બનાવ્યુ આવો જાણીએ વિશે.


કોણે બનાવ્યુ કેદારનાથ મંદિર ?

એવુ કહેવાય છે કે આદિ ગુરો શંકરાચાર્યએ કેદારનાથ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિરનુ નિર્માણ પાંડવોએ હજારો વર્ષ પહેલા કરાવ્યુ હતુ. આ મંદિરની પુનઃ સ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા આઠમી સદીમાં કરવામાં આવી હતી. પાંડવો દ્વારા દ્વાપર યુગમાં આ સ્થળે શિવજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. એવો ઉલ્લેખ છે કે મહાભારત કાળમાં પણ આ સ્થળે ભગવાન શિવજીનું સ્થાન હતું અને કેદારનાથ ખાતે જ પાંડવોએ ભગવાની શિવજીને રીઝવ્યા હતા. હિમાલયની ચાર-ધામ યાત્રા પૈકી એક યાત્રા કેદારનાથની હોય છે.


આ પણ વાંચો :