ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 22 એપ્રિલ 2022 (00:25 IST)

Tulsi Na Upay: મનપસંદ ઈચ્છા પુરી કરવા માટે જરૂર કરો તુલસીના આ ઉપાય, ધનની થશે અપાર વૃદ્ધિ, પરેશાનીઓથી મળશે મુક્તિ

tulsi
Tulsi Na Upay: ખૂબ પવિત્ર તુલસીનો છોડ જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે.  હિન્દુ ધર્મમાં તેની પૂજાનુ વિધાન છે. તેનુ ધાર્મિક મહત્વ તો છે જ સાથે જ આયુર્વેદમાં તેના ઔષધીય ગુણો વિશે પણ બતાવ્યુ છે. 

 
પણ શુ તમે તુલસી દ્વારા કરવામાં આવેલા ઉપાયો વિશે જાણો છો ? આ ઉપાય એવા છે જે જીવનમાં ખુશીઓ લાવે છે અને દરેક મનોકામના પુરી કરે છે. 
 
તુલસીના અસરદાર ઉપાય 
 
-રવિવારના દિવસે તુલસીમાં જળ નહી પણ દૂધ ચઢાવો. ઘી નો દીવો પ્રગટાવો. આવુ કરવાથી ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે 
- ઘરમાં વાસ્તુ દોષ છે તો ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો. અહી નિયમિત રૂપથી જળ આપો. ઘી નો દીવો પ્રગટાવો 
- પુત્રીના લગ્ન ન થઈ રહ્યા હોય તો તેમના હાથે તુલસીમાં નિયમિત રૂપથી જળ ચઢાવવુ શરૂ કરો. જળ અર્પિત કર્યા બાદ તુલસીજીને તમારી ઈચ્છા જણાવો. 
- વેપારમાં ખોટ થઈ રહી છે તો દર શુક્રવારે તુલસીમાં કાચુ દૂધ અર્પિત કરો. પછી મીઠાઈનો ભોગ લગાવો. બચેલો પ્રસાદ કોઈ સુહાગનને દાન આપો. 
- વેપારમાં ખોટ થઈ રહી છે તો દર શુક્રવારે તુલસી માતાને કાચુ દૂધ અર્પિત કરો. પછી મિષ્ટાનનો ભોગ લગાવો. બચેલો પ્રસાદ કોઈ સુહાગનને દાન કરો. 
- પીતળનો લોટો લો . તેમા જળ ભરો. તુલસીના 4 કે 5 પાન લો. તેને લોટામાં નાખી દો. તેને એક આખો દિવસ અને આખી રાત એટલે કે 24 કલાક માટે મુકી દો. બીજા દિવસે સ્નાન કરીને આ જળને તમારા દરવાજા પર છાંટી દો. જળને આખા ઘરમાં છાંટો. તેનાથી મનોકામના પુરી થવામાં આવનારા અવરોધ દૂર થઈ જશે.