ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 26 જુલાઈ 2018 (13:17 IST)

તુલસી તોડતા પહેલા જરૂર બોલો આ મંત્ર... પાપ નહી લાગે

ધાર્મિક પૌરાણિક ગ્રંથોમાં તુલસીનુ ખૂબ મહત્વ માનવામાં આવ્યુ છે. જ્યા તુલસીનુ રોજ દર્શન કરવુ પાપનાશક સમજવામાં આવે છે. તો બીજી બાજુ તુલસી પૂજન કરવુ મોક્ષદાયક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દેવ પૂજા અને શ્રાદ્ધ કર્મમાં તુલસી જરૂરી માનવામાં આવી છે. 
 
તુલસી પત્રથી પૂજા કરવાથી વ્રત યજ્ઞ જપ હોમ હવન કરવાનુ પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ તુલસી તોડવાથી દોષ લાગે છે. આવો જાણીએ તુલસીના પાન તોડવાનો નિયમ અને મંત્ર 

તુલસીના પાન તોડવાનો નિયમ 

શિવજી, ગણેશજી અને ભૈરવજીને તુલસી ન અર્પણ કરવી જોઇએ.
 
તુલસીનું પાન સ્નાન કર્યા વિના ન તોડવું જોઇએ. શાસ્ત્રો મુજબ જો કોઇ વ્યક્તિ સ્નાન કર્યા પહેલાં જ તુલસીનું પાન તોડે છે તો પૂજનમાં આવા પાન ભગવાન દ્વારા સ્વીકારવામાં આવતા નથી.
રવિવારે, અગિયાર, બારસ, સંક્રાતિ તથા સંધ્યાકાળમાં તુલસીના પાન ન તોડવા જોઇએ.
 
તુલસીના પાનને 11 દિવસ સુધી વાસી માનવામાં આવતા નથી. તુલસીના પાનને દરરોજ જળનો છંટકાવ કરીને ફરી ભગવાનને અર્પણ કરી શકાય છે.

ગ્રહણના સમયે પણ તુલસીના પાન નહી તોડવું. 
તુલસી તોડતા પહેલા જરૂર બોલો આ મંત્ર.
 
- ॐ सुभद्राय नमः
 
- ॐ सुप्रभाय नमः
 
- मातस्तुलसि गोविन्द हृदयानन्द कारिणी
नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते ।।