મુસાફિરાને ચાલી નકળ્યાં હજ તરફ

N.D

મુસાફિરાને હજ ચાલી નીકળ્યાં છે. તેમના હોઠો પર ખુદાનું નામ છે. તેમના ઘરમાં હાજરી આપવાની ગવાહી છે. તેઓ ચાલી નીકળ્યાં છે અલ્લાહના તે ઘરની જાનિબ જેને 'કાબા' કહેવામાં આવે છે. હજ યાત્રી હવે આ ઘરનો દીદાર કરશે. તેની ચારે બાજુ તવાફ (પરિક્રમા) કરશે અને આઈંદા મહિનો એટલે કે ડિસેમ્બરથી પહેલાંના અઠવાડિયામાં ખુદાની અજીમ ઈબાદતને અદા કરશે.

કાબા શરીફ મક્કામાં છે. આને માટે મુસાફરોએ તૈયારી કરી લીધી છે. હકીકતમાં હજ સામાન્ય ઈબાદતથી વધારે કંઈ ન નથી. આ એવી ઈબાદત છે જેની અંદર ઘણું ચાલવું પડે છે. સાઉદી અરબના પવિત્ર શહેર મક્કા અને તેની આજુબાજુ આવેલી અલગ અલગ જગ્યાઓ પર હજની ઈબાદતો અદા કરવામાં આવે છે. તેને માટે પહેલીથી જ તૈયારી કરવી જરૂરી છે જેથી હજ સરખી રીતે કરી શકાય. તેને માટે હજ પર જનારા લોકો માટે તરબિયતી કૈંપ એટલે કે પ્રશિક્ષણ શિબિર લગાવવામાં આવે છે.

હજ એટલે કે કાબાની જીયારત એટલે કે દર્શન કરીને અને તેની ઈબાદતોને એક વિશેષ રીતે અદા કરવાની રીતને કહેવામાં આવે છે. તેના વિશે પુસ્તકોની અંદર પણ આપ્યું છે. હજ માટે વિશેષ લિબાસ પહેરવામાં આવે છે જેને એહરામ કહેવામાં આવે છે. નાના-મોટાનો, અમીર-ગરીબ, કાળા-ધોળા બધા જ દરવેશનાનો લિબાસ ધારણ કરતાં જ એકસમાન થઈ જાય છે અને દરેક પ્રકારની ઉંચ-નીચ ખત્મ થઈ જાય છે.

ત્યારે બધા જ એકી સાથે અલ્લાહની સામે હાજર થઈને તેની બડાઈ અને પોતાની કમતરીનો એકરાર કરે છે. હજના ઈરાદાથી મક્કામાં દાખલ થતાં જ આ લિબાસ ધારણ કરવો જરૂરી છે. ત્યાં પહોચીને કાબાના દર્શન કર્યા બાદ તેને ઉતારી દેવામાં આવે છે. ઉમરા કે હજ કરતી વખતે તેને ફરીથી પહેરી દેવામાં આવે છે.

આ જ રીતે હજ પર જનારા દરેક મુસાફિરના હોઠ પર થોડાક ખાસ શબ્દો હોય છે. અ શબ્દોના માધ્યમથી માણસ રબ્બે-કાયનાતની સામે પોતાની હાજરી અને તેની બડાઈ બયાન કરે છે.
N.D

અરબીમાં બોલાતા આ શબ્દોનો અર્થ છે : હાજર છુ અલ્લાહ હું હાજીર છું. હાજીર છુ. તારૂ કોઈ શરીક નથી, હાજીર હુ. બધી જ તારીફાત અલ્લાહ માટે જ છે અને નેમતે પણ તારી છે. મુલ્ક પણ તારો છે અને તારો કોઈ શરીક નથી.

આ એવા શબ્દો છે જે આખી હજ દરમિયાન દરેક હજયાત્રીની જીભ પર રહે છે. આનો અર્થ તે છે કે અ આખા પવિત્ર સરફ દરમિયાન તેને દરેક સમયે એક વાતને ખાસ યાદ રાખવાની છે. તેણે યાદ રાખવાનું છે કે તે કાયનાતના સૃષ્ટા, તે દયાળુ કરીમની સામે હાજર છે, જેનો કોઈ સંગી-સાથી નથી. તેના સિવાય તે પણ કે મુલ્કો-માલ બધુ જ અલ્લાહ તઆલાનું છે. એટલા માટે આપણે આ દુનિયાની અંદર ફકીરની જેમ રહેવું જોઈએ. તેણે આપણને કેટલાય પ્રકારની સુવિધાઓ આપી છે જેની આપણે મજા ઉઠાવી રહ્યાં છીએ.

વેબ દુનિયા|
આ મહા સમાગમની અંદર દર વર્ષે હજારો લોકો ભાગ લે છે. દુનિયાના બધા જ દેશોમાંથી એક જ અલ્લાહને માનનારા ત્યાં જમા થાય છે અને બધા જ મળીને હજ માટે વિશેષ દિવસોમાં કંઈક વિશેષ ઈબાદત દ્વારા પોતાની શ્રદ્ધાના ફૂલ ચઢાવે છે. સાઉદી સરકાર આ પવિત્ર યાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરે છે. દરેક વર્ષે આ યાત્રીઓની સંખ્યામાં વધારો થાય છે. આ વર્ષે પણ અહીંયા 30 લાખથી વધારે લોકો ભેગા થવાની શક્યતા છે.


આ પણ વાંચો :