બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. રમજાન
Written By
Last Updated : ગુરુવાર, 7 મે 2020 (12:45 IST)

Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી

રમજાનનો મહિનો શરૂ થવાનો છે. આવામાં તેની તૈયારીઓ ખૂબ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. રમજાનના સમયમાં રોજા રાખનારા ખાવા પીવામાં ખૂબ સતર્ક રહે છે. 
 
માત્ર એક ઓડકાર આવવાથી જ રોજા તૂટી શકે છે. તેતેહે સેહરી(વહેલી સવારે લેવાતો ખોરાક) થી લઈને ઈફ્તારી(સાંજનુ ભોજન)  સુધીના ખાવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. 
 
લગભગ એક મહિનો સુધી ચાલનારો રમજાન આ વખતે 28 મે થી શરૂ થઈને 24 જૂનના રોજ ખતમ થશે.  તો આવો જાણી લઈએ કે આ દરમિયાન એક રોજાદારે શુ ખાવુ જોઈએ અને કંઈ કંઈ વસ્તુઓથી દૂર રહેવુ જોઈએ. 
 
આ વસ્તુઓથી રહો દૂર 
 
- ચિકન 
- પરાઠા 
- બટાકાથી બનેલી વસ્તુઓ 
- વધુ કોફી કે સોડાથી પરેજ 
- પીનટ બટર 
 
આ વસ્તુઓનુ કરો સેવન 
 
- સેવઈ(સેહરી) 
- નારિયળ પાણી 
- ખજૂર 
- તાજા ફળ 
- દૂધ અને દહી 
 
 આ ઉપરાંત ઈફ્તારમાં ખજૂર ખાવી લાભકારી રહે છે. કારણ કે તેમા આયરન અને બીજા પોષક તત્વ હોય છે. ઈફ્તારી સમયે તળેલા ભોજન ખાવાથી બચો. તેનાથી રોજામાં મુશ્કેલી આવે છે અને ઓડકાર આવવાની શક્યતા વધે છે.