શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ઇસ્લામ
  4. »
  5. ઇસ્લામ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

હજની રીત

N.D

હજમાં ત્રણ વાતો ફર્જ છે. જો તે છુટી જાય તો હજ થશે નહિ. હજની આખી રીત આ છે કે પહેલાં તવાફે વુકૂફ કરે છે. હજરે અસવદ (કાળો પત્થર)ને ચુમે છે પછી સફા અને મરવા બંને પહડીઓની વચ્ચે દોડે છે. 8 જિલહિજ્જાને ફર્જની નમાજ પઢીને મિના ચાલી નીકળે છે. રાત્રે મિનામાં રહે છે. 9 જિલહિજ્જાએ ગુસ્લ કરીને અરફાતના મેદાન તરફ ચાલી નીકળે છે. ત્યાં સાંજ સુધી રોકાય છે.

અરફાતનું દ્રશ્ય ખુબ જ સુંદર હોય છે. દૂર દૂરથી આવેલા અલ્લાહના બંદાઓનો ઠાઠે મારતો સમુદ્ર દૂર સુધી જોવા મળે છે. કોઈ ગોરૂ, કોઈ કાળુ, કોઈ નાનું, કોઈ મોટુ. બધાનો એક જ લિબાસ. બધાના જીભે એક જ અલ્લાહની બઢાઈ.

ના કોઈ ગરીબ, ના અમીર, ના નાનું, ના મોટુ, ના કોઈ રાજા કે પ્રજા. બધા એક જ અલ્લાહના બંદા છે. બધા જ ભાઈ-ભાઈ છે. બધા એક જ ગુણ ગાય છે અને બધાનો એક જ પૈગામ છે અને એક જ પુકાર. બધા જ તારીફે અલ્લહ માટે છે. બધી જ નેમતો તેની છે. તેનો કોઈ સાક્ષી નથી. આપણે બધા જ તેના બંદાઓ છીએ અને તેની જ પુકાર પર તેના દર પર હાજર છીએ.

અરફાતમાં જૌહર અને અસ્રની નમાજ એકઠી પઢે છે. સુરજ ડુબ્યા બાદ મુજ્દલ્ફાની તરફ રવાના થઈ જાય છે. બપોર પહેલા મિનામાં પહોચીને સાત વખત જમરામાં કાંકરીયો ફેંકે છે. રમી (કાંકરીયો માર્યા બાદ)તલ્બિયા કહેવાનું બંધ કરી દે છે. ત્યાર બાદ માથાના વાળ ઉતરાવે છે અથવા કપાવે છે અને ઈહરામ ઉતારીને પોતના કપડાં પહેરી લે છે. મિનામાં 12 જિલ્હજ્જા સુધી રહે છે.

જીલ્હાજ્જાની 12 તારીખ પૂર્ણ થતાં જ હજ પુરૂ થઈ જાય છે. હજથી ફારિગ થઈને પ્યારે રસૂલ સલ્લની પાક બસ્તીની જીયારત કરે છે. ખાના-કાબાની જીયારત બાદ પ્યારે રસૂલ સલ્લની મસ્જીદમાં નમાજ પઢે છે. આપ સલ્લ પર દરૂદ અને સલામ મોકલે છે અને દીન-દુનિયાના ધનથી માલામાલ થઈને પાછા ફરે છે.