રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. અમદાવાદ બોંબ વિસ્ફોટ
Written By વેબ દુનિયા|
Last Modified: રવિવાર, 27 જુલાઈ 2008 (15:50 IST)

આંતકવાદ વિરૂધ્ધ અલગ દળ તૈયાર કરાશે

અમદાવાદ બ્લાસ્ટમાં માર્યા ગયેલા કમભાગી લોકોના પરિવારજનોને સહયા કરવાની કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલે વડાપ્રધાન વતીથી જાહેરાત કરી હતી. આંતકવાદ વિરોધ લડવા માટે અલગ દળ ઉભું કરવાની તેમણે જાહેરાત કરી હતી.

પાટીલે જણાવ્યું હતું કે જાસુસી એજન્સી વચ્ચે કો ઓર્ડીનેશન કરવાની તથા આતંકવાદ વિરૂધ્ધ લડવા માટે ખાસ દળ બનાવવાની પણ જાહેરાત કરી હતી. તેમણે રાજ્યનાં લોકોને શાંતિ બનાવી રાખવાની પણ અપીલ કરી હતી. કેન્દ્ર સરકારે પણ મૃત્યુ પામેલાઓને રૂ. 1-1 લાખની રોકડ સહાય કરવાની ઘોષણા કરી છે. તેમજ ઘાયલ થયેલાઓને રૂ.50-50 હજારની સહાય કરશે.

અમદાવાદ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા કમનસીબ નાગરિકોનાં પરિવારજનોને મુખ્યમંત્રી તરફથી રૂ.5-5 લાખની સહાય જાહેરાત કરાઇ છે. તો ઘાયલ થયેલાઓને રૂ.50 -50 હજાર અપાશે.