સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. અમદાવાદ બોંબ વિસ્ફોટ
Written By વેબ દુનિયા|

ઈન્દોરમાં વિરોધ રેલી નીકળી

W.DW.D

બેંગલુરૂ બાદ અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાંથી લોકો કડક પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઠેર ઠેર આતંકવાદ વિરૂધ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આતંકવાદને કચડી નાંખવા માટે લોકોમાં જાગૃતિ આવી રહી છે. તો બીજી બાજુ ગુજરાત સાથે બીજા રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.

જેમાં મધ્યપ્રદેશનાં આર્થિક પાટનગર ઈન્દોરમાં રવિવારે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં સેંકડો યુવાનો હાથમાં બેનર લઈને રસ્તા ઉપર નીકળી આવ્યા હતાં અને અંતકવાદી પ્રવૃત્તિ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ઈન્દોર માથે પણ આતંકવાદનું સંકટ ટોળાઈ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં થયેલા કોમી તોફાનો બાદ સ્થાનિક પોલીસે કેટલાંક સીમી કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. જેમને હજી મુક્ત કરવામાં આવ્યા નથી. તેથી તેમનો બદલો લેવા ઈન્દોરમાં પણ બ્લાસ્ટ થાય તેવી શક્યતા ઈન્દોર પોલીસ જોઈ રહી છે. અને તેનો સામનો કરવા માટે તેઓ તૈયારી કરી રહ્યા છે. અત્યારે ઈન્દોર પોલીસને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે.