રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. અમદાવાદ બોંબ વિસ્ફોટ
Written By વેબ દુનિયા|

સુરતમાં સિનેમા-મોલ બંધ કરાયા

સુરતમાં રવિવારે સવારે એક બોમ્બને ડીફ્યુઝ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક કારમાંથી બોમ્બ બનાવવાના સામાન બાદ સમગ્ર શહેરમાં પોલીસનો બંદોબસ્ત સખ્ત કરી દેવામાં આવ્યો છે.

સુરતના સીટીલાઈટ વિસ્તારનાં નુપૂર હોસ્પીટલ નજીક થી આજે એક બોમ્બ મળી આવ્યો હતો. બોમ્બ મળતાં આસપાસ રહેતાં લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી. આ બોમ્બ સાથે ટાઈમર સેટ કરવામાં આવ્યો હતો.

લોકોએ પોલીસને જાણ કરતાં એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડે બોમ્બને ડીફ્યુઝ કરીને મોટી જાનહાની ટાળી દીધી હતી. તો સુરતનાં બધાં જ મોલ અને સિનેમા હોલ આજે બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસે તમામ જાહેર જગ્યાનું ચેકીંગ હાથ ધર્યુ છે.

તો બીજી બાજુ મધ્યપ્રદેશ પર આતંકી હુમલાનો ખતરો વધતાં ભોપાલમાં પોલીસે વિશેષ પગલાં લીધા છે. ભોપાલનાં સિનેમામાં રાત્રિનાં શો થોડા દિવસો સુધી બંધ રાખવા આદેશ કર્યો છે.