રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. અમદાવાદ બોંબ વિસ્ફોટ
Written By વેબ દુનિયા|
Last Modified: રવિવાર, 27 જુલાઈ 2008 (15:50 IST)

બોમ્બ બ્લાસ્ટના તાર કોની સાથે...

બેંગલુરૂ બ્લાસ્ટ બાદ તેની તપાસમાં પડેલી કેન્દ્રીય અને રાજ્યની ગુપ્તચર એજન્સી કઈ વિચાર કરે, તે પહેલાં તો અમદાવાદમાં દેશનો સૌથી મોટો સીરીયલ બ્લાસ્ટ થયો. જેના તાર ક્યાં જોડાયેલા છે એ મુદ્દો વિચાર માંગી લે તેવો તેમજ પેચીદો થઇ પડ્યો છે.

અમદાવાદ બ્લાસ્ટએ હૈદરાબાદ, બેંગલુરૂ , જયપુર વગેરે બ્લાસ્ટ વચ્ચે કેટલીક સમાનતા છે. તો કેટલીક વાતો ખરેખર જાણવા જેવી છે.

યુપીએ સરકારે સંસદમાં વિશ્વાસમત મેળવ્યા બાદ બે દિવસમાં બેંગલુરૂ અને ત્યારબાદ અમદાવાદમાં બ્લાસ્ટ થવા તે સાબિત કરે છે કે તેઓને આ ડીલ પસંદ નથી.

જો કે આ ડીલ પાકિસ્તાનને પણ પસંદ નથી. જે સાબિત કરે છે કે આ બ્લાસ્ટ પાછળ પાકિસ્તાનનો હાથ છે. વળી, આ બ્લાસ્ટ ભાજપ શાસિત કર્ણાટક અને ગુજરાતમાં થયા છે. જે દેશમાં કોમી અશાંતિ ફેલાવવા માટે કરવામાં આવ્યા હોવાનું સાબિત કરે છે.

આ સાથે કેટલાંક લોકો સાંજે નમાઝ બાદ બ્લાસ્ટને અંજામ આપવો. તે પણ એક ધર્મ વિશેષનાં વિસ્તારોમાં જ બ્લાસ્ટ કરવો, તે સાબિત કરે છે કે ઈસ્લામિક આતંકવાદનો હાથ છે.

વળી ગુજરાતમાં સીમીની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને, તેની પર પોલીસની કડક પકડ છે. વળી, તેના ઘણાં કાર્યકર્તાઓ જેલમાં બંધ છે. તેથી તેનો બદલો લેવા પણ બ્લાસ્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સાંજનાં સમયે બ્લાસ્ટ થવો એ સાબિત કરે છે કે તેઓ વધુ ને વધુ નાગરિકોની જાનહાનિ કરવા માંગતા હતાં.