સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : ગુરુવાર, 9 મે 2024 (13:15 IST)

Akshaya Tritiya 2024 Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર અપનાવો તુલસીના આ ઉપાય, મા લક્ષ્મી દરવાજો ખટખટાવશે

Akshaya Tritiya Festival
Akshaya Tritiya 2024 Upay: આ વખતે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મે 2024 ના રોજ ઉજવાશે. આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.  દર વર્ષે અખાત્રીજ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના દિવસે ઉજવાય છે.  આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.  દર વર્ષે અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવાય છે. આ દિવસે સોના-ચાંદી ખરીદવુ ખૂબ શુભ માનવામાં આવે છે.  ધાર્મિક માન્યતાઓ મુજબ અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાથી ઘરમાં બરકત કાયમ રહે છે અને ધન-દૌલતમાં ખૂબ વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત આ દિવસે તુલસીના કેટલાક ખાસ ઉપાયો (Tulsi Remedies)ને કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.

અખાત્રીજના દિવસે તુલસી પૂજાનુ છે ખાસ મહત્વ


અક્ષય તૃતીયા પર તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે
અક્ષય તૃતીયાના દિવસે વિષ્ણુ-લક્ષ્મીની સાથે તુલસીની પણ પૂજા કરવી જોઈએ. માન્યતાઓ અનુસાર જે પણ વ્યક્તિ અક્ષય તૃતીયાના શુભ અવસર પર તુલસીની પૂજા કરે છે તેના પરિવારમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સાંજે તુલસીજીની સામે દીવો પ્રગટાવીને આરતી કરો, તેનાથી તમારી બધી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.
 
ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસીના પાન રાખો
તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપાસના અધૂરી માનવામાં આવે છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે નારાયણની પૂજા કરતી વખતે તુલસી રાખવાનું ભૂલશો નહીં. વિષ્ણુજીના પ્રસાદમાં તુલસીના કેટલાક પાન નાખવાથી વ્યક્તિની દરેક મનોકામના જલ્દી પૂરી થાય છે. તેની સાથે જ તેની ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
 
અક્ષય તૃતીયા પર ઘરમાં તુલસીનો છોડ લગાવો
હિંદુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર છે. ઘર કે આંગણામાં તુલસી લગાવવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક રહે છે. આ સિવાય જે ઘરમાં તુલસીનો છોડ રહે છે, ત્યાં વિષ્ણુજીની સાથે લક્ષ્મીજીનો પણ વાસ હોય છે. આવી સ્થિતિમાં, જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી, તો અક્ષય તૃતીયાના દિવસે તેને અવશ્ય લગાવો. આ સાથે મા લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં વર્ષભર વરસશે.