શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : શુક્રવાર, 28 એપ્રિલ 2017 (15:38 IST)

અક્ષય તૃતીયા - આ વખતે અખાત્રીજે સોનુ ખરીદવાનો છે શુભ સંયોગ

આ વર્ષે અક્ષય તૃતીયા 2 મે ના રોજ છે. આ પ્રસંગે ગ્રહોનો અદ્દભૂત સંયોગ બની રહ્યો છે. આ વર્ષે ધન અને સુખનો કારક ગ્રહ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં રહેશે. મીન રાશિનો સ્વામી ગુરૂ પણ અધ્યાત્મ અને ધર્મની સાથે સુખ અને વૈભવ આપનારો ગ્રહ છે. શુક્રના આ સંયોગથી સુવર્ણ ખરીદનારો ધન અને વૈભવમાં વધારો થશે. જ્યોતિષિયો મુજબ અક્ષય તૃતીયા આ વખતે અક્ષય પ્રાપ્તિનો મહાસંયોગ લઈને આવી રહી છે. આ દિવસ ઉચ્ચ રાશિમાં ચાર ગ્રહ અને બધા શુભ મુહૂર્તનો અતિશુભ સંયોગ બની રહ્યો છે.  આજનો દિવસ બધા માંગલિક કાર્યો માટે શુભ છે. 
 
બીજો સંયોગ એ છે કે અક્ષય તૃતિયાના દિવસે શુક્રવાર પણ છે જે શુક્રનો દિવસ છે. આ ઉપરાંત આ કારક ગ્રહ ચંન્દ્રમાં પણ સ્વરાશિ કર્કમાં હશે. જે તમારા મનોબળ અને મનને એકાગ્ર કરવામાં સહાયક રહેશે. આ મટે તમે આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરી શકે છે. 
 
સૂર્ય અને મંગળ પણ અનુકૂળ હોવાને કારણે જમીન અને પ્રોપર્ટી સાથે જોડાયેલ કાર્યો માટે પણ આ દિવસ અનુકૂળ છે. જે લોકો નવો વેપાર કે નવો સંબંધ બનાવવા માંગે છે તેમને માટે પણ દિવસ સારો છે. સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલ કામ માટે પણ આ દિવસ સારો છે. 

આ પાવન દિવસે દાન આપવાથી તન-મન-ધન ત્રણેય શુદ્ધ થઈ જાય છે અને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો મુજબ વૈશાખ શુક્લ તૃતીયા સોમવાર દ્વિતીય પહર રોહિણી નક્ષત્ર શોભન યોગમાં ત્રેતા યુગનો પ્રારંભ થયો હતો. આ યુગમાં ભગવાન શ્રી વામન ભગવાન શ્રી પરશુરામ અને ભગવાન શ્રી રામે અવતાર લીધો. આ વિલક્ષણ યોગમાં બદ્રીનાથના પટ ખુલે છે. આ દિવસે પૂર્ણ બલિ સ્વાર્થ સિદ્ધ યોગ રહે છે. આ દિવસે સોના ચાંદીની ખરીદી અને દાન પુણ્ય સૌથી વધુ શુભ ફળ આપનારો હોય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના ચરણ દર્શન કરવાથી વધુ બદ્રીનાથ ધામના દર્શનોનુ પુર્ણ ફળ શ્રદ્ધાલુને મળે છે. 
 
માન્યતાઓના મુજબ અક્ષય તૃતીયા પર દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. સોનુ ખરીદવાથી ધનમાં વધારો થાય છે. વૈશાખ માસને ભગવાન વિષ્ણુના નામ પર માધવ માસ કહેવામાં આવે છે. આ માસના શુક્લપક્ષની તૃતીયા સનાતન ગ્રંથોમાં અક્ષય ફળદાયી બતાવાઈ છે તેથી આ તિથિનુ નામ અક્ષય તૃતીયા પડી ગયુ.  આ તિથિમાં જે પણ કંઈ દાન કરવામાં આવે છે તેનુ ફળ અક્ષય થઈ જાય છે. આ દિવસે દરેક વ્યક્તિએ પોતાના સામર્થ્ય મુજબ દાન જરૂર કરવુ જોઈએ. 
 
આ દિવસે જવ ચણાનો સત્તુ, દહી ચોખા, શેરડીનો રસ દૂધથી બનેલ મીઠાઈ ખાંડ જળથી ભરેલ ઘડો અન્ન અને ગ્રીષ્મ ઋતુમાં ઉપયોગી વસ્તુઓનુ દાન કરવાની વાત કહેવામાં આવી છે. ધન હોય તો દાન જરૂર કરો. આનાથી મનને સંતોષ મળે છે.  અને ચિત્ત શુદ્ધ થઈ જાય છે. અક્ષય તૃતીયા સંગ્રહ કરવાને બદલે દાન કરવાની પ્રેરણા આપે છે.  આ તિથિ પોતાના નામના મુજબ અક્ષય ફળ આપવામાં સમર્થ છે. 
 
આ દિવસે નદીમાં સ્નાન, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરી દાન કરવાથી આ પુણ્યનો ક્યારેય ક્ષય થતો નથી. આ દિવસે વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે.