સોમવાર, 18 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ તથ્ય
Written By વેબ દુનિયા|

મોતના મહાસાગરનું રહસ્ય

અથાગ સમુદ્ર અને ઉંચા આકાશમાં વિચિત્ર ઘટનાક્રમની વાતો પહેલા પણ સાંભળવા મળી છે. પરંતુ એટલાંટિક મહાસાગરનો એક ભાગ એવો છે, જેનુ રહસ્ય આજ સુધી કોઈ ઉકેલુ શક્યુ નથી. પૂર્વી પશ્ચિમ એટલાંટિક મહાસાગરમાં બરમૂડા ત્રિકોણ છે. આ ભૂતિયા ત્રિકોણ બરમૂડા, મયામી, ફ્લોરિડા અને સેન જુઆનસને મળીને બને છે. આ વિસ્તારમાં આજ સુધી અગણિત સમુદ્રી અને હવાઈ મથક આશ્ચર્યજનક રીતે ગાયબ થઈ ગયા છે અને લાખ પ્રયત્નો પછી પણ તેમની શોધખોળ નથી લગાવી શકાઈ. કેટલાક લોકો આને કોઈ પરાલૌકિક તાકતની જાદુગરી માને છે, તો કેટલાક આ સામાન્ય ઘટનાક્રમ સમજે છે. આ વિષય કેટલો રોચક છે, તેનો અંદાજ આના પરથી લગાવી શકાય છે એક આના પર ઘણા પુસ્તકો અને લેખ લખવા ઉપરાંત ફિલ્મો પણ બની ચુકી છે.

ઠંડીમાં ચર્ચાનો વિષય રહેલ આ ત્રિકોણના ક્ષેત્રફળને લઈને વિવિધ પ્રકારની વાતો થઈ અને લખવામાં આવી છે. આ મુદ્દા પર શોધ કરી ચુકેલા લેખકોએ આની પરિધિ ફ્લોરિડા, બહમાસ, સંપૂર્ણ કેરેબિયન દ્વીપ અને મહાસાગરના ઉત્તરી ભાગના રૂપમાં બાંધી છે. કેટલાકે આને મેક્સિકોની ખાડી સુધી વધારી છે. શોધ કરનારાઓમાં આના ક્ષેત્રફળને લઈને સર્વાધિક ચર્ચા થયેલ છે.

આ ક્ષેત્રમાં હવાઈ અને સમુદ્રી વાહનવ્હાવ્હાર પણ વધુ રહે છે. ક્ષેત્રની ગણના દુનિયાની વ્યસ્તત સમુદ્રી વાહનવ્યવ્હારવાળો જળમાર્ગના રૂપમાં કરવામાં આવે છે. અહીથી અમેરિકા, યૂરોપ અને કેરેબિયન દ્વિપો માટે રોજ ઘણા જહાજ નીકળે છે. એટલુ જ નહી ફ્લોરિડા, કેરેબિયન દ્વીપો અને દક્ષિણ અમેરિકાની તરફ જનારા જહાજ પણ અહીંથી પસાર થાય છે. એ જ કારણ છે કે કેટલાક લોકો એ માનવા તૈયાર નથી કે આટલો વાહનવ્યવ્હાર હોવા છતા કોઈ જહાજ અચાનક જ ગાયબ થઈ જાય. જો આવા વ્યસ્ત જળમાર્ગ પર કોઈ દુર્ઘટના થાય તો લોકોને જાણ તો થઈ જ જાય.
P.R

ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલ શોધથી જાણ થાય છે કે આ સમુદ્રી ક્ષેત્રનો મોટો ભાગ મિથેન હાઈડ્રાઈડનું પ્રમાણ વધુ છે. જેનાથી ઉઠનારા પરપોટાં પન કોઈ જહાજના અચાનક ડૂબવાનુ કારણ બની શકે છે. આ પ્રક્રિયામાં અમેરિકી ભૌગોલિક સર્વેક્ષણ વિભાગ(યૂએસજીએસ)ના એક શ્વેતપત્ર પણ રજૂ કરવામાં આવ્યુ હતુ. આ વાત જુદી છે કે યૂએસજીએસની વેબસાઈટ પર આ રહસ્યનો ઘટસ્ફોટ થઈ ગયો છે કે વીતેલ 15000 વર્ષોમાં સમુદ્રી જળમાંથી ગેસના પરપોટાં નીકળવાના કોઈ પુરાવા નથી મળ્યા. આ ઉપરાંત અત્યાધિક ચુંબકીય ક્ષેત્ર હોવાને કારણે જહાજોમાં લાગેલ ઉપકરણ અહી કામ કરવા બંધ કરી દે છે. જેનાથી અચાનક જહાજ રાસ્તો ભટકી જાય છે અને દુર્ઘટનાનો ભોગ બને છે.

જે પણ હોય પરંતુ તમામ શોધ અને તપાસ પછી પણ એ પરિણામ નથી મળ્યુ કે છેવટે ગાયબ થયેલ જહાજોની માહિતી કેમ નથી મળતી.... તેને આકાશ ખેંચી ગયુ કે સમુદ્ર ગળી ગયુ... દુર્ઘટના થઈ હોય તો તેનો કાટમાળ તો મળવો જોઈએ ને..... પશ્ન હજુ પણ અનુત્તર છે.