મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. અનોખુ વિશ્વ
  3. અનોખુ તથ્ય
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2016 (16:01 IST)

Amazing Facts - સ્ટ્રેશના કારણે બાળકના લેફ્ટી હોવાની સંભાવના ?

આખી દુનિયામાં લગભગ 10 માથી 1 વ્યક્તિ ડાબા હાથનો ઉપયોગ કરે છે. લેફ્ટી લોકોને લઇને કેટલાય પ્રકારના પ્રશ્નો મનમાં ઉઠે છે જેમ કે લેફ્ટ લોકો વધારે ક્રિએટીવ હોય છે? શું તે લોકો ભણવામાં હોશિંયાર હોય છે? આવા જ 8 સવાલના જવાબો અમે તમને આપીએ છીએ.

કેટલીક વખત મગજમાં એવા વિચાર આવતાં હોય છે કે શું લેફ્ટી લોકો સ્પોર્ટસમાં સારું રમે છે? ટેનિસ, બોક્સિંગ, બેસબોલ, ક્રિકેટ જેવી કેટલીક ગેમમાં લેફ્ટ હેન્ડના લોકો સારું પર્ફોમન્સ કરે છે. ટોપ ટેનિસ પ્લેયર્સમાં 40% થી વધારે વધારે લેફ્ટ હેન્ડર્સ હોય છે.

એવી ધારણા છે કે લેફ્ટી લોકો વધારે ક્રિએટીવ હોય છે. પરંતુ અભ્યાસ પ્રમાણે ક્રિએટીવનું લેફ્ટ અને રાઇટ હોન્ડથી કોઇ પણ લેવા દેવા નથી.

શું લેફ્ટી હોવું જેનેટીક હોય છે. વૈજ્ઞાનિકો હજુ સુધી પાક્કું કરી શક્યા નથી કે કેટલાક લોકો લેફ્ટી કેમ હોય છે. પરંતુ આ એક સત્ય છે કે 1/4 બાબતે જીન્સ એટલે આનુવાંશિક કારણ જવાબદાર  હોય છે.

એક બ્રિટીશ અભ્યાસ પ્રમાણે પ્રેગનેન્સી દરમિયાન સ્ટ્રેશના કારણે બાળકનું લેફ્ટી હોવાની સંભાવના વધારે રહે છે. ઓછા વજન વાળા કે વધારે ઉંમરમાં પ્રેગનેન્સી થી પણ બાળકો લેફ્ટી હોય છે.

બેલ્જિયમમાં થયેલી એક સ્ટડી પ્રમાણે સામાન્ય લોકોની સરખામણીમાં ટ્વિન્સમાં લેફ્ટ હેન્ડનેસ વધારે જોવા મળે છે. અભ્યાસ મુજબ 21% ટ્વિન્સ લેફ્ટ હેન્ડના હોય છે.

ફક્ત 30 ટકા લેફ્ટ હેન્ડ લેંગ્વેજ પ્રોસેસ માટે દિમાગના સાચા પાર્ટનો ઉપયોગ કરે છે. 70% લેફ્ટી, લેફ્ટ પાર્ટનો જ ઉપયોગ કરે છે.

બીજા એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે લેફ્ટ હેન્ડ છોકરાઓ સ્કૂલમાં રાઇટ હેન્ડની સરખામણીમાં રીડિંગ, રાઇટિંગ, સોશિયલ ડેવલોપમેન્ટ જેવી ચીજવસ્તુઓ શીખવામાં પાછળ રહે છે.

લેફ્ટ હેન્ડેડ લોકોમાં સીજોફ્રીનિયા, સાઇકોટિક ડિસઓર્ડર જેવી મગજની બિમારી હોવાની આશંકા વધારે હોય છે.