પેઇન્ટીંગના ઉપજ્યા કરોડો !
ભારતીય ચિત્રોના કદરદાનો, દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ જોવા મળે છે. શુક્રવારે યોજાયેલ ઓનલાઈન હરાજીમાં ભારતીય ચિત્રકારોની કૃતિઓના કુલ રૂ. 29 કરોડ ઉપજ્યા હતા. આ ચિત્રો તેની સામાન્ય કિંમત કરતાં 72 ટકા વધુ કિંમતે વેચાયા હતા. આ હરાજીમાં 18 જેટલાં ભારતીય કલાકારોએ ભાગ લીધો હતો. હરાજીના પ્રથમ કલાકમાં જ ચિત્રોની કિંમતો તેની સર્વોચ્ચ ટોચે પહોચી હતી. આ હરાજીમાં વિવિધ દેશોમાંથી 575 લોકોએ ઓનલાઈન ભાગ લીધો હતો. જેમાં સૌથી વધુ કિંમત સુબોધ ગુપ્તાનાં " આઈડલ થીફ-1 " ને રૂ. 4.28 કરોડ મળ્યાં હતાં. જ્યારે ગુપ્તાની વધુ એક કૃતિ "સાત સમુદ્ર પાર" રૂ. 3.4 કરોડમાં વેચાઇ હતી. ટી.વી.સંતોષનું વ્હેન યોર ટારગેટ ક્રાઈ ફોર મર્સી રૂ.2.8 કરોડમાં, અંજુ ડોડીયાનું ધ સાઈટ રૂ.1.05 કરોડમાં વેચાયું હતું. સેફ્રોનઆર્ટ દ્વારા યોજીત આ હરાજીમાં મોર્ડન અને સમકાલીન ભારતીય કળા, તેમજ કુદરતનાં વિવિધ રૂપોને લઈને ચિત્રો બનાવ્યા હતા.