બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2010
Written By વેબ દુનિયા|

નશાનો ચક્રવ્યૂહ અને એસ્ટ્રો

N.D
સૌ જાણે છે કે નશો કરવો ખરાબ છે, તેનાથી શરીર, મન, ધન, પરિવાર બધુ જ દાવ પર લાગી જાય છે. પરતુ છતાં વિશેષ કરીને યુવાઓ જોરદાર રીતે આની પકડમાં આવી જાય છે. આજે દરેક બીજો યુવા કોઈને કોઈ નશાને અપનાવે છે. શરૂઆતમાં શોખમાં કરવામાં આવેલ નશો ધીરે ધીરે લત બની જાય છે અને સમગ્ર કેરિયરને ચૌપટ કરી શકે છે.

આ સત્ય છે કે નશાના આદી બનવામાં વાતાવરણનો પણ હાથ હોય છે, પરંતુ હોરોસ્કોપ આ સંકેત પહેલા જ આપી દે છે કે કઈ વ્યક્તિની રુચિ નશો કરવામાં રહેશે અને એ કેવા પ્રકારનો નશો કરશે. જો કિશોરાવસ્થામાં જ આ સંકેતોને સમજીને સંબંધિત ઉપાય કરવામાં આવે તો તેને નશાના દાનવની પકડમાં આવતો બચાવી શકાય છે.

N.D
- લગ્નમાં પાપ ગ્રહ હોય તો વ્યક્તિની રુચિ નશામાં રહેશે.
- લગ્નેશ અર્થાત મુખ્ય ગ્રહ નિર્બલ હોય, પાપ પ્રભાવમાં હોય તો નશામાં રસ રહેશે.
- જો લગ્નેશ નીચનો હોય, શત્રુ ક્ષેત્રીય હોય, ચંદ્રમાં પણ વીક હોય તો નશામાં રુચિ રહેશે.
- લગ્નેશનો મંગળ દેખાય તો વ્યસનમાં રસ રહેશે.
- શુક્ર, રાહુ અથવા કેતુની સાથે હોય, મુખ્ય ગ્રહ કે ચંદ્રમાં નબળો હોય તો વ્યસનમાં રસ હોય છે.
- શનિનુ લગ્ન હોય, શુક્ર અદ્ર્શ્ય હોય અને શનિથી દ્રષ્ટ હોય તો ભયંકર વ્યસન રહે છે. લગ્ન પર સૂર્યની દ્રષ્ટિ માસં-મદિરામાં, શનિની દ્રષ્ટિ સિગરેટ-ગાંજા વગેરે, મંગલની દ્રષ્ટિ મદિરાપાનમાં રસ જગાવે છે.

જો હોરોસ્કોપ પિતૃ દોષથી પ્રભાવિત હોય તો પણ પરિવારમાં નશાનો દાનવ ઘર જમાવે છે.

નોંધ - સંબધિત ગ્રહોની શાંતિ કરાવવાના ઉપાય કરવાથી કષ્ટ ઓછુ જરૂર થાય છે.