ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : ગુરુવાર, 12 મે 2016 (11:41 IST)

આજે છે વર્ષનો સૌથી શુભ દિવસ, તમારી કિસ્મત તમારી મુઠ્ઠીમાં કરી લો

મુહુર્તનુ જ્યોતિષ શાસ્ત્રમાં સ્થાન અને જનસામાન્યમાં તેનુ મહત્વ વિશેષ છે. જ્યોતિષશાસ્ત્રના પંચાગ ખંડમાં નક્ષત્ર દ્વિતીય સ્થાન પર આવે છે. ચંદ્રમાની દરેક નક્ષત્રમાં હાજરી વિવિધ પ્રકારના કાર્યોની પ્રકૃતિ અને ક્ષેત્રને નક્કી કરે છે. 
 
નક્ષત્રોના આધાર પર કરવામાં આવેલ કાર્યોમાં સફળતાની માત્રા વધુ હોવાને કારણે તેમને મુહુર્તના નામથી ઓળખવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે અને તેને શુભ માનવામાં આવે છે.  જ્યારે ક્યારેય પુષ્ય નક્ષત્ર સોમવાર, ગુરૂવાર કે રવિવારે આવે છે ત્યારે એક વિશેષ વાર યોગ નિર્મિત થાય છે. 
 
જેના સંઘિકાળમાં દરેક પ્રકારના શુભ ફળ ચોક્કસ મળે છે. ગુરૂવારે આ નક્ષત્રના પડવાથી ગુરૂ પુષ્ય નામનો યોગનુ સર્જન થાય છે. આ ક્ષણ વર્ષમાં ક્યારેક ક્યારેક આવે છે. વર્ષ 2016માં આ યોગ ગુરૂવાર તારીખ 12.05.16 સવારે 05:36 થી રાત્રે 22:45 સુધી રહેશે. કારણ કે આ દિવસે ગુરૂવાર છે અને પુષ્ય નક્ષત્ર સૂર્યોદયથી લઈને રાત્રે 22:45 સુધી રહેશે. તેથી ગુરૂ પુષ્ય નક્ષત્ર યોગ સક્રિય રહેશે. 
 
નક્ષત્રરાજ પુષ્ય નક્ષત્રના પુષ્યનો  સ્વામી શનિ છે. તેથી તેમા કરવામાં આવેલ પુણ્ય કાર્ય અથવા આર્થિક કાર્ય સ્થાયી રહે છે. તેથી શુભ બિઝનેસ આર્થિક અને ધન સંપત્તિ સાથે સંબંધિત કાર્યોને આ સમય દરમિયાન શરૂ કરવુ શ્રેષ્ઠ બતાવ્યુ છે. વેપારના મૂળ આધાર હિસાબ-કિતાબ જે ચોપડાં, ડાયરી, સીડી, ફ્લાપી, કૉપી, રજિસ્ટર, કમ્પ્યુટરમાં મુકવામાં આવે છે. 
 
ગુરૂપુષ્યામૃતના અવસર પર તમે કોઈ વસ્તુ ખરીદવા માંગો છો અને ફળદાયી બનાવવા માંગો છો તો તે આજે ખરીદી લો. તે સાથે જ આજે ગુરૂવાર તારીખ 12.05.2016 સવારે 05:36 થી રાત્રે 22:45 સુધી અમૃત સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ પણ છે. ગુરૂવારનો દિવસ ખરીદી માટે શ્રેષ્ઠ છે.  ગુરૂપુષ્યામૃત યોગનો શુભારંભ સૂર્યોદયની સાથે થઈ રહ્યો છે.  આ દિવસે શ્રીયંત્ર અને પારદ શિવલિંગને ખરીદીને ઘરમાં સ્થાપિત કરવુ  અતિ શુભ છે. આજે સુવર્ણ ચાંદીના ઘરેણા, રત્ન, વસ્ત્ર સ્થાયી સંપત્તિ વાહન વગેરેનુ વેચાણ કરવુ અતિ શુભ હોય છે. 
 
 ગુરૂવાર તારીખ 12.05.2016 ના રોજ સવારે 05:36 થી રાત્રે 22:45 સુધી વિશેષ રૂપથી અમૃત સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ, રવિ યોગ અને ગુરૂપુષ્યામૃત યોગનો મહાયોગ થવાથી કંઈક ને કંઈક ખરીદી કરવી આ દિવસે શુભ માનવામાં આવશે.  આ દિવસે ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ ગુડ્સ, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, કમ્પ્યુટર, લેપટોપ, સ્કૂટર, બાઈક, કાર, ભૂમિ, ભવન, વાસણ, સોનુ ચાંદી વગેરેનો વેપાર થશે.  ગુરૂપુષ્યામૃત યોગ સાધકો માટે ખૂબ જ ફાયદાકારી સિદ્ધ થશે. 
 
આ દિવસે જ્યોતિષિયો મા મહાલક્ષ્મીની આરાધના કરવાની સલાહ આપે છે.  આ ખાસ દિવસે સાધના કરવાથી ખૂબ સારા અને તરત જ પરિણામ પ્રાપ્ત થાય છે. મા મહાલક્ષ્મીનું આહ્વાન કરી તેમની કૃપા દ્રષ્ટિથી સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. ગુરૂપુષ્યામૃત યોગ માટે એવુ પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના કોઈ કાર્ય ઉદ્દેશ્યમાં સિદ્ધિ ઈચ્છે છે તો તેને આ દિવસે પોતાના ઈષ્ટ ભગવાનની ઈચ્છાપૂર્તિ માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ. આવુ કરવાથી મનપસંદ સિદ્ધિ ચોક્કસ રૂપે મળે છે.