આજનું ભવિષ્ય - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (04-03-2016)
મેષ (અ,લ,ઈ) : મનની શાંતિ મેળવી શકશો. ચિંતા અને તકલીફો દૂર થાય. અગાઉ કરેલા પ્રયત્નોનું શુભ ફળ મળે. નાણાકીય સંજોગો સમતોલ રહે. ખોટા ખર્ચને કાબુમાં રાખવા. બઢતી તથા બદલીનો યોગ છે. દિવસ ઉત્તમ રહે તેવી શક્યતા છે.
વૃષભ (બ,વ,ઉ): આવતી કાલનો દિવસ આપના માટે પ્રગતિ અને સફળતા સૂચક છે. ચિંતાઓનાં વાદળ વિખરાતાં લાગે. આર્થિક દૃષ્ટિએ આ દિવસ ઉત્તમ રહે. પ્રવાસનો યોગ છે. આકસ્મિક ખર્ચને પહોંચી વળવાની સ્થિતિ સર્જાય તેવો યોગ છે.
મિથુન (ક,છ,ઘ) : મતભેદો તેમજ ગેરસમજ દૂર થાય તેવા યોગ છે. અપરિણીતોને ક્યાકથી વિવાહનો પ્રસ્તાવ આવે. કોર્ટ-કચેરીમાં ફસાવવું નહીં. મન મજબૂત રાખવું. કામનું ભારણ વધતું હોય તેમ લાગે. પ્રવાસમાં પ્રતિકૂળતા રહે.
કર્ક (ડ,હ) : મહત્ત્વની કામગીરીમાં આગળ વધાય તેવો ઉત્તમ દિવસ છે. નવા લાભની ભૂમિકા મળે. ચિંતાનાં વાદળ હટતા લાગે. નાણાભીડ લાગે પણ તેમનો ઉકેલ મળી જાય. મકાન – વાહન અંગે મુશ્કેલી ઊભી થાય.
સિંહ (મ,ટ) : દિવસ દરમિયાન માનસિક બોજો વધતો જાય. મહત્ત્વના કાર્યો પાર પડે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધે. પત્ની તથા બાળકોની તબિયત નરમગરમ રહે. સાંજ પછી રાહત રહે.
કન્યા (પ,ઠ,ણ): ક્યાંકથી આકસ્મિક લાભ મળે. જમીન-મકાનના લે-વેચના કામ બાકી રહ્યા હોય તો તે પતે તેવા સંજોગો છે. તબિયત સાચવવી. જીવન સાથીનો સહકાર મળે. દેવું ઘટે તેવા આસાર છે.
તુલા (ર,ત) : જીવન સાથી તરફથી પ્રેમ વધે તેવા સંજોગો ઉપસ્થિત થાય. માનસિક તાણ અને અજંપો જણાય. આર્થિક પરિસ્થિતિ બગડે નહીં તે જોવું. નાણાભીડ સર્જાય પરંતુ સાંજ પછી રાહત મળે.
વૃશ્ચિક (ન,ય): આવતી કાલનો દિવસ ખૂબ ઉત્તમ છે. કોઈ વિજાતીય વ્યક્ત તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. નાનો-મોટો પ્રવાસ સર્જાય. નાણાભીડ હોય તો મટે. બાળકો તથા પત્ની તરફથી આનંદ સમાચાર મળે.
ધન (ભ,ધ,ફ) : સાસરી પક્ષ તરફથી કોઈ મોટો પ્રસ્તાવ આવે. મકાન બદલવાનો ચાન્સ છે. ધીરજનાં ફળ મીઠાં હોવાથી ગમે તેવો ઉતાવળિયો નિર્ણય લેવો નહીં. ચિંતાનાં વાદળ હટતા હોય તો તેવું લાગે.
મકર (ખ,જ) : નોકરીમાં મુશ્કેલી હોય તો તેમાં રાહત મળે તેવો યોગ છે. આવતી કાલના દિવસ દરમિયાન હાથ ધરેલા કામ પાર પડે. અંગત વિરોધીઓ તથા ખટપટીયાઓ સામે જાગૃત રહેવાની સલાહ છે. નવો પરિચય થાય. જે ભવિષ્યમાં લાભદાયક બને.
કુંભ (ગ,શ,સ) : કુટુંબ તથા પિતા તરફથી આર્થિક લાભ મળે. નોકરીમાં સ્થળાંતરનો યોગ છે. શક્ય છે કે બદલી પણ થાય. જે બઢતી સાથે હોઈ શકે. નાનો મોટો પ્રવાસ થાય. કોઈ સાથે કારણ વગર રકઝક કરવી નહીં. સાંજ પછી ખૂબ રાહત મળે તેવો યોગ છે.
મીન (દ,ચ,ઝ,થ) : આપના અધૂરા કાર્યો પાર પડે. નોકરીમાં બઢતી મળે તેવો યોગ છે. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ મળે. કોઈ તરફથી પ્રશંસા થાય. સામાજિક અને કૌટુંબિક કારણસર ખર્ચ થાય તેવો પ્રસંગ બને. લગ્ન વિવાહના પ્રસંગોથી દુઃખ થાય તેવી સ્થિતિ સર્જાય.