બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (12:05 IST)

તમારા Birthday પર કરશો આ 10 ઉપાય તો આખુ વર્ષ મળી શકે છે ભાગ્યનો સાથ

જૂની પરંપરા છે કે જન્મદિવસ પર શુભ કામ કરવુ જોઈએ. આ સંબંધમાં માન્યતા છે કે બર્થડે પર શુભ કામ કરવામાં આવે છે તો આખુ વર્ષ ભાગ્યનો સાથ મળી શકે છે. જ્યોતિષ મુજબ જન્મદિવસ પર અહી બતાવેલ ઉપાય કરશો તો આખુ વર્ષ ભાગ્યનો સાથ મળી શકે છે. 
 
જાણો જન્મદિવસ પર ક્યા કયા ઉપાય કરી શકાય છે.. 
 
1. જન્મદિવસ પર વાળ અને નખ ન કાપવા જોઈએ. આ અપશકુન માનવામાં આવે છે. જન્મદિવસના એક દિવસ પહેલા જ આ કામ કરી લેવુ જોઈએ. 
2. બર્થડે પર કોઈ કિન્નરને બંગડી અને ધનનુ દાન કરો. કિન્નરની દુઆઓથી તમારો જન્મદિવસ મંગલમય બની શકે છે. 
3. શિવલિંગ પર ચાંદીના લોટાથી દૂધ, ગંગાજળ ચઢાવો. 11 કે 21 બિલિ પત્ર ચઢાવો અને ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો. આ દિવસે કોઈ શિવ મંદિરમાં જરૂર જાવ. 
4. જે દિવસે જન્મદિવસ હોય એ દિવસે કોઈ પણ જીવની હત્યા ન કરવી જોઈએ. આ દિવસે માંસાહારથી પણ બચવુ જોઈએ. તેનાથી રોગ અને વિવાદ વધવાના યોગ બની શકે છે. 
5. બર્થડે પર કોઈ સાધુ કે ભિખારીનુ અપમાન ન કરશો. જો તમારા ઘરમાં ગરીબ આવે તો તેને તમારા સામર્થ્ય મુજબ ધન અને અન્નનું દાન કરવુ જોઈએ. 
6. સવારે નહાતી વખતે પાણીમાં થોડુ ગંગાજળ જરૂર નાખો. આવુ કરતા તીર્થ સ્નાનનુ પુણ્ય ઘરમાં મળી શકે છે. 
7. હનુમાનજી સામે બેસીને ઘી નો દિવો પ્રગટાવો અને ૐ રામદૂતાય નમ: મંત્રનો જાપ 108 વાર કરો. 
8. કોઈ સુહાગિન સ્ત્રીને સુહાગનો સામાન દાન કરો. 
9. જો તમે કોઈ મંદિરમાં નથી જઈ શકતા તો રસ્તામાં જ્યા પણ મંદિર દેખાય ત્યા શિખરના દર્શન જરૂર કરો. શિખર દર્શનથી પણ મંદિરમાં સ્થાપિત મૂર્તિના દર્શનનુ પુણ્ય મળે છે. 
10. તમારા માતા-પિતા અને મોટેરાઓના આશીર્વાદ જરૂર લો.