1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (01:40 IST)

જો તમારા હાથમાં હશે આવી રેખા તો તમારા બે લગ્ન થઈ શકે છે

જીવનમાં લગ્ન ફક્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ જ નહી પણ આ બે પરિવાર અને સમાજને જોડે છે.  
લગ્નને લઈને પરિવારના તમામ પ્રકારની ચિંતાઓ રહે છે. પરિજનો સથે સાથે યુવક યુવતીના મનમાં પણ અનેક પ્રકારના સવલ હોય છે. 
 
હાથમાં વિવાહ રેખા વ્યક્તિના જીવનમાં ઘણો બધો સંકેત આપે છે. 
 
અનેક લોકોના હાથમાં એકથી વધુ રેખા હોય છે.  આ રેખાઓને લઈને જુદા જુદા મત હોય છે. 
 
આવો જાણીએ કેવા સંકેત આપે છે વિવાહ રેખાઓ 
 
હાથમાં એકથી વધુ વિવાહ રેખાઓ મામલે ફકત એ જ રેખા માન્ય હોય છે જે સૌથી ઊંડી અને સ્પષ્ટ હોય. બાકી રેખા સંબંધોના દૂર થવાના કે તૂટવાના સંકેત આપે છે. 
 
વધુ લગ્ન રેખાઓ છુટાછેડા, લગ્નેતર સંબંધ અને બેવફા સંબંધોનો સંકેત આપે છે. 
 
- હાથમાં જો બે વિવહ રેખાઓ છે અને તેમાથી એક સ્પષ્ટ અને ખૂબ જ ઊંડી અને બીજી આછી છે પણ બુધ પર્વત સુધી લંબાયેલી છે તો આ જાતકના જીવનમાં બે લગ્નની સૂચના આપે છે. 
 
- જો વિવાહ રેખા ઉપરની બાજુ જાય છે અને હ્રદય રેખાને મળે કે પછી લગ્ન રેખા પર તલ હોય કે ક્રોસનુ નિશાન હોય તો લગ્નમાં અનેક પરેશાનીઓ આવે છે. 
 
- વિવાહ રેખા સ્વાસ્થ્ય રેખાને સ્પર્શ કરે તો પણ લગ્ન થતા નથી.  પણ વિવાહ રેખા પર એકથી વધુ દ્વીપ હોય કે કાળા તલ હોય તો તે જીવનભર અવિવાહિત રહેવાનો ભય પેદા કરે છે.