સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (14:15 IST)

આલિયાને તેમની ફેમિલી નજીક લાવા માટે રણબીરએ કર્યું આ કામ

બૉલીવુડ અભિનેતા રણવીર કપૂર અને આલિયા ભટ્ટ બી ટાઉનના હૉટેસ્ટ કપલ્સમાંથી એક છે. રણવીર અને આલિયા તેમના સંબંધને લઈને ચર્ચામાં રહે છે. બન્નેના પરિવારએ પણ તેમના રિલેશનશિપને મંજૂરી આપી છે. 
 
રિપોર્ટસ મુજબ રણવીરએ આલિયાને તેમના પરિવારના નજીક લાવવા માટે તેમના ફેમિલી ચેટ ગ્રુપમાં એડ કરી લીધું છે. રણવીરના આ ફેમિલી ગ્રુપમાં ઋષિ કપૂર, નીતૂ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની અને રીમાના જૈન શામેલ છે. રણવીરના પગલાથી અંદાજો લગાવી શકાય છે કે આલિયા ભટ્ટ જલ્દી જ આ ઘરની વહૂ બની શકે છે. 
 
આલિયાને રણવીરની ફેમિલી પાર્ટીમાં ઘણી વાર જોવાયું છે. પાછલા દિવસો આલિયા રણવીરના પિતા ઋષિ કપૂરથી મળવા લંદન પણ ગઈ હતી. રણવીર અને આલિયાની રિલેશનશિપ પર આલિયાની મા સોની રાજદાનએ કહ્યું હતું કે સંબંધ પાકું સમજવું. 
 
તાજેતરમાં આલિયાના પિતા મહેશ ભટ્ટએ રણબીર અને આલિયાને લઈને કહ્યું કે તેને રણબીર પસંદ છે અને તે બહુ સારા માણસ છે. આ સંબંધને તેને કેવી રીતે આગળ વધારવું છે તેણે વિચારવાના જરૂર છે. 
 
ખબરો મુજબ રણબીર અને આલિયાના લગ્ન માટે ઋષિ કપૂરએ ન્યૂયાર્કથી તેમના સારવાર કરાવી પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. કહેવાય છે કે તેને ઠીક થયા પછી જ બન્ને પરિવારમાં લગ્નની તારીખની વાત થશે. રણબીર અને આલિયાના સંબંધની શરૂઆત ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર થઈ હતી.