સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (12:53 IST)

Sagittarius-જાણો કેવા હોય છે ધન રાશિના લોકો

ધન - શારીરિક બાંધો
ધન રાશિની વ્‍યક્તિનાં ચહેરા પર, હાથ અથાવા છાતી પર તલનું નિશાન હોય છે, આ નિશાની તેના ભાગ્યોદયનું લક્ષણ સમજવામાં આવે છે. તેમની આંગળીઓ પર કે ઘુટણ યા પગમાં વાગ્યાનું નિશાન હોય છે. તેમના હાથ અપેક્ષા પ્રમાણે નાના હોય છે. આંગળીઓ હથેળીના પ્રમાણમાં નાની હોય છે. હાથનો આકાર શંકુ જેવો હોય છે.
 
ધન - વ્યવસાય
ધન રાશીની વ્‍યક્તિ વ્યવસાય સ્‍વયં કરેતો ઉત્તમ છે. ભાગીદારીમાં મુશ્કેલી આવી શકે છે. તેઓ ઇજ્જતને સંભાળીને ચાલે છે અને ધનથી વધારે માને છે. તેઓ હંમેશા પ્રવૃતિમાં જોવા મળે છે. જ્યારે સાડી સાતી ચાલે ત્‍યારે આર્થિક નુકશાન થાય છે. તેમને વસ્‍ત્ર, ગરમ વસ્‍ત્ર (ઉનના), અને રમત ગમતના સાધનોના ઉત્‍પાદકમાં સારી સફળતા મળે છે. તેમણે કોઇ એક વ્‍યવસાય પસંદ કરવો જોઇએ, વારંવાર બદલવો યોગ્ય નથી.
 
ધન - આર્થિક પક્ષ
ધન રાશીની વ્‍યક્તિને લેન-દેન, ખરીદ-વેચણ, જમાનત, અને કોર્ટના કામની મુશ્કેલીઓ આવ્‍યા કરે છે. તેમની પાછળ હંમેશા ખર્ચ રહે છે માટે રૂપીયાની બચત થતી નથી. જીવનમાં મોટા ખર્ચનો પ્રસંગ આવે છે જેના કારણે દેવું થવાની શક્યતા છે. રૂપીયાની બાબતમાં તેઓ હસમુખ હોય છે. અ‍ાર્થિક નુકશાની વાળી વ્યક્તિને હસાવવાની શક્તિ તેમનામાં હોય છે. આવકના વધારાની સાથે-સાથે તેઓ આર્થિક બાબતમાં કટ્ટર થતા જાય છે. તેઓ યશનાં ભુખ્‍યા હોય છે. અને તેઓ પોતાના ઘનને ફક્ત તેવા કામમાં ખર્ચ કરે છે જેમાં યશ મળે છે. રૂપીયાના ખર્ચ કરવાની બાબતમાં તેઓ કંજુસ સ્‍વભાવના હોય છે.
 
ધન - ચરિત્રની વિશેષતા
"ધન રાશિના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - દુરાગ્રહી, લાલચી, ભૌતિકવાદી, ઇંદ્રીયાર્થવાદી, ભૌતિક ઇચ્‍છા દ્વારા નિયંત્રિત, જડ, મોટી બુદ્ધિના, સ્‍િથર ચિત્તના. ચરિત્ર વિકાસના લક્ષણો - દ્રઢનિશ્ચયી, દુરાગ્રહી, અડગ, બૌદ્ધિક મૂલ્યોનો વિકાસ, સાચા આંતરીક મૂલ્યો સાથે અનુકૂળતા, ભૌતિક ચમક દમકથી અલગ, લાગણીઓને નિયંત્રિત કરવી, અંતઃ કરણના લક્ષણ - ઇચ્‍છાઓ અને આકાંક્ષાઓને આધ્યાત્મિક ઇચ્‍છામાં પરિવર્તન કરવું, આધ્યાત્મિક મૂલ્યો સાથે અનુકૂળ, માયાની દુનિયાનું જ્ઞાન, વિશ્વને જ્ઞાનનાં પ્રકાશ તરફ લઇ પ્રવૃત કરવા સહાયક બનવું, લોકો વચ્‍ચે રહીને અલગ રહેવું, દૈવી કાર્યમાં પોતાનું યોગદાન આપવું, સ્વામિત્વ, ક્ષમતા અને ભૌતિક વસ્‍તુનો યોગ્ય ઉપયોગ કરવો, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા ભૌતિક બંધનોને તોડવાં."
 
ધન - આજીવિકા અને ભાગ્ય
ધન રાશીની વ્‍યક્તિ વકીલાત, સંપાદક, ટાઇપિસ્‍ટ, પ્રસારણ અધિકારી, જનસંપર્ક, ટેકનીકલ અને શારી‍‍રિક શિક્ષણના શિક્ષક તરીકે યોગ્ય સિદ્ધ થાય છે. પ્રકાશનના રૂપમાં તેમને વધારે સફળતા મળે છે. લેખન પણ માન-સન્‍માન અને ધન આપે છે. તેઓ અભિનેતા પણ બની શકે છે. રાજનીતિજ્ઞ, મંત્રી નેતા અને વ્યવસ્‍થાપકના કામ સારી રીતે કરી શકે છે. તેઓ વેદાન્‍તી, જ્યોતિષ, કાનૂનજ્ઞ બની શકે છે. તેઓ શસ્‍ત્રોમાં નિપુર્ણ હોય છે માટે લશ્‍કરમાં સારી સફળતા અને યશ મળે છે. બીજાની નીચે કામ કરવામાં તેઓ અસમર્થ છે. જે મકાનનું મુખ્‍ય દ્વાર ઉત્તર, પૂર્વ કે દક્ષિણ દિશામાં હોય તેમાં નિવાસ કરવો શુભ છે. મકાનની પાછળ મેદાન હોય કે બે-ત્રણ માળનું બહુમાળી મકાન હોય તો તે સારૂ છે. સામાન્‍ય રીતે ધન રાશી, યાત્રા, કાયદો અને પ્રકાશનના કાર્ય આજીવિકાના ઉપયુક્ત સાધન સિદ્ધ થાય છે. આ રાશીવાળાઓને આત્મ પ્રકાશન માટે વિકાસ જોઈએ. તેઓ વિવરણોથી કદી કંટાળો અનુભવતા નથી. આ રાશીને ૧૪ થી ૨૧ વર્ષ સુધી, ૩પ થી ૪૨ વર્ષ સુધી તથા પ૬ થી ૬૩ વર્ષ સુધીના આયુષ્ય વચ્ચે સ્વાસ્થય સંબંધિત વિશેષ સાવધાની રાખવી જોઈએ. ૨૮ થી ૩પ તથા ૪૨ થી ૪૯ ના આયુષ્ય સુધીનો સમય તેમના માટે સર્વશ્રેષ્ઠ રહે છે. પ૭ થી ૬૩ વર્ષનું આયુષ્ય વચ્ચે અગાઉ કરવા વધારે ભાગ્યોદય થાય છે અથવા પુન: જીવન કષ્ટમય બની જાય છે.
 
ધન - ભાગ્યશાળી રંગ
ધન રાશીની વ્‍યક્તિ માટે પીળો, આછો આસમાની, આછો લીલો, ગુલાબી, જાંબલી રંગ ભાગ્યશાળી છે. આ રંગના વસ્‍ત્ર પહેરવાથી માનસ‍િક શાંતિ મળે છે. ખીસ્‍સામાં હંમેશા પીળા રંગનો રૂમાલ રાખવાથી લાભ થાય છે. પોતાના વસ્‍ત્રમાં પીળો અને આછો આસમાની રંગને કોઇ પણ સ્‍વરૂપમાં ચોક્કસ પસંદ કરવો જોઇએ.
 

 
 ધન - પ્રેમ સંબંધ
ધન રાશીની વ્‍યક્તિ અગ્નિ તત્વની છે. તેઓ રોમાંટિક અને નાટકિય પ્રકૃતિના હોય છે. તેમને લગ્ની આવશ્યક્તા ફક્ત શૌખથી હોય છે. તેઓને ફક્ત હા સાંભળવી પસંદ છે. તેઓ મહાન પ્રેમી બનવા ઇચ્‍છે છે. તેમને વિલાસી લોકો પસંદ નથી. તેમને આદર્શો દ્વારા મેળવેલી સફળતા પ્રિય છે. તેમનું લક્ષ બહું ઊચું હોય છે. પોતાના કામમાં સતત પ્રયત્‍નશીલ રહે છે. યુવાનો માટે રોમાંસ માત્ર મનોરંજન અને પ્રેમ એક સંબંધ હોય છે. પ્રેમની બાબતમાં તેઓ પોતાની ઉમરના પ્રમાણમાં વધારે અનુભવી હોય છે. તેઓ પ્રેમમાં ક્યારેક ભાવુક અને ક્યારેક કઠોર પણ થઇ જાય છે. તેઓ પોતાના પ્રશંસકો પ્રત્‍યે વફાદાર રહે છે. તેઓ અત્‍યંત લોકપ્રિય હોય છે. તેનો લાભ લઇ તેઓ એક સાથે એકથી વધારે પ્રેમ સંબંધ રાખી શકે છે. તેમને એકાંત પ્રેમ ગમે છે. પ્રેમ વગર તેમને જીવન શૂન્‍ય લાગે છે. તેમને કોઇ વગર પોતાનું જીવન નિષ્‍ફળ લાગે છે. આ રાશી સપનાને સાકાર કરે છે. તેમને પ્રેમ સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ પોતાના વ્‍યવહાર દ્વારા તેના પર વિજય મેળવે છે. ચંચળ સ્‍વભાવની વ્‍યક્તિઓ તેમના તરફ આકર્ષાય છે. તેમનો વ્‍યવહાર મૈત્રી તથા આકર્ષક હોય છે. વિજાતીય વ્‍યક્તિ આ રાશી પર વિશ્વાસ રાખે છે. સ્‍વયંને પણ એક વિશ્વાસુ સાથીની જરૂરીયાત હંમેશા રહે છે. વિજાતીય સંબંધ - મેષ રાશીની વ્‍યક્તિ ધન રાશીને શારીરિક રૂપથી ઉત્તેજીત કરે છે અને બંને વચ્‍ચે લગ્‍ન પણ થઇ શકે છે. તેઓ મિથુન રાશી સાથે લગ્‍ન કરી શકે છે. કુંભ સાથે મિત્રતા રહે છે. મેષ પ્રત્યે પણ આકર્ષણ હોય છે.
 
ધન - મિત્રતા
"ધન રાશિની વ્‍યક્તિ અગ્નિ તત્વની છે. તેઓ રોમાંટિક અને નાટકિય પ્રકૃતિના હોય છે. તેમને લગ્ની આવશ્યક્તા ફક્ત શૌખથી હોય છે. તેઓને ફક્ત હા સાંભળવી પસંદ છે. તેઓ મહાન પ્રેમી બનવા ઇચ્‍છે છે. તેમને વિલાસી લોકો પસંદ નથી. તેમને આદર્શો દ્વારા મેળવેલી સફળતા પ્રિય છે. તેમનું લક્ષ બહું ઊચું હોય છે. પોતાના કામમાં સતત પ્રયત્‍નશીલ રહે છે. યુવાનો માટે રોમાંસ માત્ર મનોરંજન અને પ્રેમ એક સંબંધ હોય છે. પ્રેમની બાબતમાં તેઓ પોતાની ઉમરના પ્રમાણમાં વધારે અનુભવી હોય છે. તેઓ પ્રેમમાં ક્યારેક ભાવુક અને ક્યારેક કઠોર પણ થઇ જાય છે. તેઓ પોતાના પ્રશંસકો પ્રત્‍યે વફાદાર રહે છે. તેઓ અત્‍યંત લોકપ્રિય હોય છે. તેનો લાભ લઇ તેઓ એક સાથે એકથી વધારે પ્રેમ સંબંધ રાખી શકે છે. તેમને એકાંત પ્રેમ ગમે છે. પ્રેમ વગર તેમને જીવન શૂન્‍ય લાગે છે. તેમને કોઇ વગર પોતાનું જીવન નિષ્‍ફળ લાગે છે. આ રાશિ સપનાને સાકાર કરે છે. તેમને પ્રેમ સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ પોતાના વ્‍યવહાર દ્વારા તેના પર વિજય મેળવે છે. ચંચળ સ્‍વભાવની વ્‍યક્તિઓ તેમના તરફ આકર્ષાય છે. તેમનો વ્‍યવહાર મૈત્રી તથા આકર્ષક હોય છે. વિજાતીય વ્‍યક્તિ આ રાશિ પર વિશ્વાસ રાખે છે. સ્‍વયંને પણ એક વિશ્વાસુ સાથીની જરૂરીયાત હંમેશા રહે છે. વિજાતીય સંબંધ - મેષ રાશિની વ્‍યક્તિ ધન રાશિને શારીરિક રૂપથી ઉત્તેજીત કરે છે અને બંને વચ્‍ચે લગ્‍ન પણ થઇ શકે છે. તેઓ મિથુન રાશિ સાથે લગ્‍ન કરી શકે છે. કુંભ સાથે મિત્રતા રહે છે. મેષ પ્રત્યે પણ આકર્ષણ હોય છે."
 
ધન - પસંદ
ધન રાશીની વ્‍યક્તિને નવલકથા, નાટકો વગેરે વાંચવાનો ઘણો શોખ હોય છે. મીડીયામાં આવવાનો તેમને શોખ હોય છે. જેમ કે, ટેલીવિઝન ઉપર. વિવિધ પ્રકારના વસ્‍ત્રોનો પણ તેમને શોખ હોય છે. પર્યટન, તરફ પણ તેમને વિશેષ લગાવ હોય છે. ધન રાશીને પોતાનો કિંમતી સમય વધારે પ્રમાણમાં વેડફવો ન પડે તેમાં વિશેષ રસ લે છે. તેમને ક્રિકેટ, પત્તા, પ્રવાસ, ફિલ્‍મો, ધુડસવારી અને ફરવાનો શોખ હોય છે. તેમને ખુલ્‍લી જગ્યામાં રહેવું પસંદ છે.
 
ધન - લગ્ન અને દાંપત્ય જીવન
"ધન રાશિની વ્‍યક્તિને પોતાની પત્‍ની સંતોષી, ગુણવાન, મહેનતુ, શાંત અને ભાગ્યશાળી મળે છે. લગ્નજીવન સુખી હોય છે. ધન રાશિનો પુરૂષ નારીને નારીત્‍વનો અનુભવ કરાવે છે. તેઓ સ્‍ત્રીને મહાન બનાવાની આશા રાખે છે અને નિર્ણયાત્‍મક રીતે કામ કરે છે. તેમને સંકુચિત વિચારક જીવનસાથી પસંદ નથી. તેઓને મુખ્‍યત્‍વે પ્રેમ કરવો અને પામવો જોઇએ છે. ધન રાશિના પુરૂષને વધારે સ્‍વતંત્રતા જોઇએ છે. તેઓ પોતાની પત્‍નીને પોતાના સ્‍તર સુધી લાવવાની આશા રાખે છે. હાવ ભાવથી તેમને સરળતાથી વશમાં કરી શકાય છે.તેઓને સાહસી અને પ્રગતીશાળી સાથી પસંદ છે. સ્‍વાવલંબી ‍સ્‍ત્રી તેમને વધુ પસંદ છે. ધન રાશિ અગ્નિ તત્‍વની છે છતાં પણ તેઓ પ્રેમની બાબતમાં વિનમ્ર હોય છે. બદલામાં તેઓને ફક્ત પ્રશંસા જોઇએ છે. તેમના જીવનમાં પ્રેમ અને વિવાહના વધારે પ્રશંગો આવી શકે છે. આ રાશિના જાતકને ચૈત્ર, શ્રાવણ, જ્યેષ્‍ઠ અથવા માગશર મહિનામાં જન્‍મેલા સાથે લગ્‍ન કે મિત્રતા ફળદાયક રહે છે."
 
ધન - સ્‍વભાવની ખામી
ધન રાશીની વ્‍યક્તિમાં અભિમાન જોવામાં આવે છે, જે તેમનો મોટો શત્રુ છે. આ અભિમાન તેમને પોતાની ભુલનો સ્‍વીકાર કરવામાં બાધક બને છે અને રોવાના સમયે હસવા મજબુર કરે છે. તેઓ નિયંત્રણ ખોઇ બેસે ત્‍યારે ખાન-પાન અને હૃદયની બાબતમાં બધી સીમાને પાર કરે છે. જે કંઇ પણ તેમની પાસે છે તેમનો ગર્વ તેમને હોય છે. તેમની ઉદારતા ઘણી વખત તેમને વિશ્વાસઘાત અપાવે છે. તેમની ઇચ્‍છા વિશિષ્‍ટ બનવાની હોય છે. જાગૃતી અને સાવધાનીથી કામ ન કરવાથી તે મુશ્કેલીમાં પડે છે. ઉપાય- કાંસુ, ચણાની દાળ, ખાંડ, ઘી, પીળુ વસ્‍ત્ર, પીળુ ફુલ, હળદર, પુસ્‍તક, ધોડો, પીળુ ફળ વગેરેનું દાન લાભકારક છે. ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ બૃહસ્‍પતયે નમઃ - આ મંત્રનાં ૧૯,૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી કરવામાં સહાયતા મળે છે.
 
ધન - ભાગ્યશાળી રત્ન
ધન રાશીની વ્‍યક્તિ માટે ભાગ્યશાળી રત્‍ન પુખરાજ છે. માટે તેમણે ગુરૂ ખરાબ હોય તો પુખરાજ પહેરવો જોઇએ. ગુરૂવારે સોના કે તાંબાની વીટીમાં ૩-૪ રત્તીના પુખરાજને મઢાવીને ગુરૂદેવનું ધ્‍યાન ધરીને તર્જની આંગળીમાં પહેરવું જોઇએ. પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે વૃશ્ચિક રાશી માટે નીલમ, સુલેમાની કે દુધિયા ધારણ કરવાથી સારૂ ફળ મળે છે.
 

 
ધન - વ્યક્તિત્વ
"ધન રાશિના વ્‍યકિ્ત વિશેષ પ્રમાણમાં દાર્શનિક સ્‍વભાવના હોય છે. તેઓ વિશ્લેષણ અને સાર-સંગ્રહમાં ‍વધારે રસ લે છે. તેઓ કળાપ્રિય, ક્રિયાશિલ, અને અત્‍યંત સંવેદનશાળી હોય છે. તેઓ ભાવુક વધારે હોય છે. શિખામણ આપવી તેમને વધુ પસંદ છે. અગ્નિ તત્‍વની રાશિ હોવાથી સક્રિયતા વધારે પ્રિય છે. તેમનામાં આત્મ-નિયંત્રણ અને આત્‍માનુશાસનનો અભાવ જોવા મળે છે. તેઓ પોતાના વિચારોથી સમયને પ્રભાવિત કરવા ઇચ્‍છે છે. તેઓ દરેક ક્ષેત્રમાં સર્વોત્તમ થવા ઇચ્‍છે રાખે છે. આ રાશિના લોકો બીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહે છે, પોતાની આજુબાજુના ક્ષેત્રોમાં તેઓ સામાજીક કાર્યકર તરીકે પ્રસિદ્ધ હોય છે. તેમનામાં બુદ્ધિ અને દ્રઢતાથી કોઇ કામમાં ટકવાનો અભાવ જોવા મળે છે. બહારથી સરળ દેખાય છે પરંતુ અંદર સમસ્‍યાઓને છુપાવી રાખે છે. તેઓ એક વિષય થી બીજા વિષય પર ભટકતા રહે છે. તેઓ સ્‍પષ્‍ટ વક્તા અને નિડર હોય છે જેના કારણે તેમને મુશ્કેલી આવે છે. બીજા પર જલ્દીથી વિશ્વાસ કરે છે. જે તેમનો દોષ માનવામાં આવે છે. આ રાશિમાં મંગળ હોય તો કોઇપણ મુશ્કેલી આવે છે. આત્‍મહત્‍યાનો ભય રહે છે. વૃદ્ધાવસ્‍થામાં તેઓ સાંસારિક જીવનથી કંટાળી જાય છે.તેઓ વાસ્‍તવિકતાથી બચવા માંગે છે અને દોષને જાણતા હોવા છતાં અજાણ્યા રહે છે. પોતાના માટે ખોટી સમસ્‍યાઓં ઉત્‍પન્‍ન કરવી તેનો સ્‍વભાવ છે. સામાજીક અને રાજનૈતિક કાર્યક્રમમાં તેઓ આગેવાન તરીકે રહેવું પસંદ કરે છે. તેઓ અંતર્મુખી હોય છે. તેઓ ફક્ત બુદ્ધિમાન નથી હોતા તેઓ શક્તિ સંપન્‍ન હોય છે. તેઓ અન્‍યને પોતાના નક્કી કરેલ માપદંડથી પસંદ કરે છે અને વિશ્વાસઘાત મેળવે છે. તેમનામાં શક્તિ સંપન્‍ન થવાની અને લોકો પર પ્રભાવ નાખવાની ઇચ્‍છા હોય છે. તેઓ અંદરથી ચિંતામગ્‍ન હોય છે. તેઓ સમગ્ર સંસારને પ્રેમમય જુએ છે. પોતાને ગમતી વસ્‍તુ મેળવવા માટે તેઓ સર્વ સાથે સંઘર્ષ કરે છે. કોઇ પણ માન્‍યતાનો સ્‍વીકાર પૂર્ણ વિચાર કર્યા બાદ કરે છે. તેઓ ધાર્મિક હોવા છતાં પરંપરાગત ધાર્મિક રીત-રીવાજો પાળતા નથી. તેઓ બીજી માન્‍યતાઓ, વિશ્વાસ અને દર્શનની વચ્‍ચે વિહાર કરે છે. તેઓ હંમેશા ઉંચાઇ મેળવવા પ્રયત્‍ન કરે છે. તેમની સહજબોધ શક્તિ અસાધારણ હોય છે. સ્‍વભાવથી તેઓ કૂટનીતિજ્ઞ નથી હોતા પરંતુ સ્‍પષ્‍ટ વક્તાના કરણે અજાણતા બીજાની ભાવનાઓને તેનાથી ઠેસ પહોંચે છે. તેઓ વાતો વધારે પ્રમાણમાં કરે છે. તેઓ ક્યારેક અસાધારણ સંકટને સ્‍વીકારી લે છે. તેમની આંતરીક પ્રેરણા તેમને યોગ્ય રસ્‍તા પર લઇ જાય છે. તેઓ સંકુચિત વૃત્તિના નથી હોતા. તેમનું શરીર સ્‍વસ્‍થ અને શક્તિશાળી હોય છે. તેઓ પોતાની ભૂલનો પશ્ચાતાપ કરવો પણ પોતાનું અસન્‍માન સમજે છે. તેમને સંગીત પસંદ છે. તેમને પ્રવાસ કરવો ગમે છે. તેઓ ધુની, દ્રઢ વિચારક, સાહસી, જોશ વાળા, અને સ્‍પષ્‍ટવાદી હોય છે. તેમની માનસિક શક્તિ બહુ તિવ્ર હોય છે. કાયદો, પ્રતિષ્‍ઠા અને ન્‍યાયનો આદર કરે છે. તેમનો આકર્ષક વ્યવહાર તેમને સર્વ મેળવવામાં સહાયક બને છે. તેઓ વિચારશીલ અને ધૈર્યવાન હોય છે. બીજાના વિચારોને શાંતિથી સાંભળે છે પરંતુ તેમની આલોચના કરતા નથી. અન્‍ય પર પૂર્ણ વિશ્વાસ રાખે છે તેના કારણે બીજા પણ તેનો વિશ્વાસ કરે છે. તેઓ બીજાની ભાવનાઓનું ધ્‍યાન રાખે છે અને તેમન મદદ કરે છે. આ રાશિનો સંબંધ કૂલ્‍લા અને સાથળ સાથે છે. તેમનું સ્‍વાસ્‍થ્ય સામાન્ય રીતે સારૂ રહે છે. ખાવા-પીવાનું ધ્‍યાન ન રાખવાથી વાયુના શિકાર બને છે. ધન રાશિની સહુથી મોટી શક્તિ અનુભવમાંથી સીખવું છે. તેમનું વ્‍યક્તિત્‍વ સ્‍તષ્‍ટ, ભાવુક, બેચેન, બૌદ્ધિક ઉત્‍સુકતા થી ભરપૂર હોય છે. "
 
ધન - શિક્ષણ
ધન રાશીની વ્‍યક્તિએ વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન, વિજ્ઞાનના વિષયો અને વ્‍યવસ્‍થાપક નો અભ્‍યાસ કરવો જોઇએ. તેમાં જલ્‍દીથી સફળતા મળે છે. અભિનય અને કળાના ક્ષેત્રમાં પણ સારી પ્રગતિ કરી શકે છે. તેઓ દરેક વસ્‍તુ અધ્યયન, પ્રયોગ અને પ્રવાસ દ્વારા સીખવા ઇચ્‍છે છે.
 
ધન - સ્‍વાસ્‍થ્ય
ધન રાશીની વ્‍યક્તિને વાયુના વિકાર, કમળો, તાવ, મેલેરીયા વગેરે રોગ થવાની શક્યતા રહે છે. શરીરમાં ચરબી વધારે હોય છે. સ્‍િત્રઓને અગ્નિથી ભય રહે છે અને કમરનો દુખવો રહે છે. ધન રાશીનું શરીર સ્‍વસ્‍થ રહે છે અને રોગ ઓછા થાય છે. ગોચરમાં ગુરૂ ગ્રહ નબળો થતા અને અન્‍ય અશુભ ગ્રહની અસર થતા ગઠિયા, કટિવાત, સંધિવાત, કેન્‍સર (ફેફસાનું) કફ, પિત્ત, વાયુના રોગો, ગોઠણ પર સોજા, યકૃત, લોહીનો વિકાર, હિસ્‍ટીરિયા, મૂર્ચ્‍છા, ચામડીના રોગ, શરીરનો દુખાવો, લીવર અને પેટનો વિકાર થવાની શક્યતા રહે છે.
 
ધન - ઘર-પરિવાર
ધન રાશીને બાળપણમાં કષ્‍ટ પડે છે અને બાદમાં સુખ ભોગવે છે. તેઓ પોતાના પરિવાર અને મોટા લોકોને માન આપે છે. સમાજનો સુધારો કરવાની પૂર્ણ ઇચ્‍છા હોય છે. બીજાને શિખામણ આપવી ગમે છે. તેમને માતા-પિતા કે સાસુ-સસરા માંથી કોઇ એક સાથે મતભેદ રહે છે. પોતાના મોટા સંતાન બાબતની ચિંતા રહે છે. તેમને ભાઇ-બહેન ઓછા હોય છે. અને તેમાંથી એકનું અલ્‍પઆયુમાં મૃત્‍યું થાય છે. કોઇ એક મિત્રથી વધારે નુકશાન થવાની શક્યતા રહે છે. પોતાની બુદ્ધિ, ચતુરાઇ, અને મિલનસાર સ્‍વભાવથી દેશ અને વિદેશમાં ઘણા મિત્રો બનાવે છે.
 
ધન - ભાગ્યશાળી દિવસ
ધન રાશીનો ગુરૂ સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો ભાગ્યશાળી દિવસ ગુરૂવાર છે. આ દિવસ તેને પ્રસન્‍ન રાખે છે. તેમના માટે રવિવાર શુભ, સામવાર સામાન્‍ય અને મંગળવાર, શુક્રવાર અને શનિવાર અશુભ હોય છે.
 
 ધન - ભાગ્યશાળી દિવસ
ધન રાશીનો ગુરૂ સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો ભાગ્યશાળી દિવસ ગુરૂવાર છે. આ દિવસ તેને પ્રસન્‍ન રાખે છે. તેમના માટે રવિવાર શુભ, સામવાર સામાન્‍ય અને મંગળવાર, શુક્રવાર અને શનિવાર અશુભ હોય છે.
 
ધન - ભાગ્યશાળી અંક
આ રાશી માટે ૩ નો અંકની ભાગ્‍યશાળી છે. માટે ૩ ની શ્રેણી ૩, ૧૨, ૨૧, ૩૦, ૩૯, ૪૮, પ૭, .... શુભ રહે છે. તે ઉપરાંત ૯ ના અંક શુભ. ૪, ૭, ૮ સામાન્‍ય અને પ અને ૬ ના અંક અશુભ છે.