સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : બુધવાર, 13 ડિસેમ્બર 2017 (16:01 IST)

Virgo-જાણો કેવા હોય છે કન્યા રાશિના લોકો

કન્યા - શારીરિક બાંધો
કન્‍યા રાશીની વ્‍યક્તિનો હાથ સપ્રમાણ અને પહોળો હોય છે. અંગુઠો નાનો હોય છે. સામાન્‍ય રીતે હથેળીમાં વધારે રેખાઓ હોય છે. તેમની પીઠ, ગળા, ખભા કે ગાલ પર તલનું નિશાન હોય છે.
 
કન્યા - વ્યવસાય
કન્‍યા રાશીની વ્‍યક્તિમાં પોતાનો સ્‍વતંત્ર વ્‍યવસાય ચલાવવાની આવડત નથી હોથી. તેઓ સારા અધિકારી નથી બની શકતા. તેમણે બીજાની સાથે ભાગીદારી કરીને વ્‍યવસાય કરવો જોઇએ. મહેનતી સ્‍વભાવ, ઇચ્‍છા શક્તિ અને દ્રઢ સંકલ્‍પથી વ્‍યવસાયમાં સફળતા મેળવે છે-
 
કન્યા - આર્થિક પક્ષ
કન્‍યા રાશીની વ્‍યક્તિને આર્થિક બાબતમાં અત્‍યંત સાવધાન અને ખર્ચ ઓછો કરવાનો સ્‍વભાવ હોય છે. તેઓ ઘનના મહત્‍વને સારી રીતે સમજે છે અને તેના પર નિયંત્રણ રાખવું અતી પ્રિય છે. જમીન અને મકાનમાં રોકાણ કરવું તેમના માટે સારૂ રહે છે.
 
 કન્યા - ચરિત્રની વિશેષતા
કન્‍યા રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - પરેશાન કરે તેવો સ્‍વભાવ, સામાન્‍ય વાતોને વધારે મહત્‍વ આપવું, વસ્‍તુ મેળવવા મૂળ સુધી પહોંચવામાં અસફળ, શુષ્‍ક સ્‍વભાવ, પ્રેમનો અભાવ, ભૌતિકવસ્‍તુને મહત્‍વ આપનાર. ચરિત્ર વિકાસના લક્ષણો - વિશ્લેષક, પક્ષપાતી, કુશળ શિલ્‍પકાર, ભૌતિક વિષયમાં તર્કનો ઉપયોગ, નિશ્ચિત અને યોગ્ય હોવું. અંતઃ કરણના લક્ષણ - શુદ્ધિકરણ તથા પૂર્ણતાના ઉદ્દેશોથી અલગ, વ્‍યક્તિત્‍વની ચેતનામાં સુધારો કરવો, ભૌતિક, ભૌતિકેતર તથા માનસિક સ્‍વાસ્‍થ્ય બનાવી રાખવું, અંતરાત્‍માના વિકાસ માટે સ્‍વાસ્‍થ્યકર અને અસ્‍વાસ્‍થ્યકરને અલગ રાખવું. શરીરના પાલન પોષણ દ્વારા અંતરાત્‍માનું પાલન પોષણ કરવું.
 
કન્યા - આજીવિકા અને ભાગ્ય
કન્‍યા રાશીની વ્‍યક્તિને ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તે જન્‍મ કુંડળી જોયા પછી જાણવા મળે. પરંતુ તેઓ સલાહકાર, તંત્રી, પત્રકાર, અને અધ્‍યાપકનું કાર્ય સારી રીતે કરી શકે છે. ધનના મહત્‍વને સારી રીતે સમજે છે. અને તેના પર નિયંત્રણ કરવો પસંદ છે. માટે તેઓ ખજાનચી તથા આર્થિક નિયંત્રણના પદ ઉપર સફળતા મેળવી શકે છે. વિદેશના સંવાદદાતાના રૂપમાં તેઓ સારૂ નામ મેળવી શકે છે. ફોટોગ્રાફર અને સંગીતનું જ્ઞાન સારૂ હોય છે. તેઓ મુનીમ, લાઇબ્રેરીયન, રેકોર્ડ કીપર થઇ શકે છે.
 
કન્યા - ભાગ્યશાળી રંગ
કન્‍યા રાશીની વ્‍યક્તિ માટે લીલો, પીળો, અને સફેદ રંગ ભાગ્યશાળી છે. આ રંગના વસ્‍ત્ર પહેરવાથી માનસ‍િક શાંતિ મળે છે. ખીસ્‍સામાં હંમેશા લીલા રંગનો રૂમાલ રાખવાથી લાભ થાય છે. પોતાના વસ્‍ત્રમાં લીલો કે પીળા રંગને કોઇ પણ સ્‍વરૂપમાં ચોક્કસ પસંદ કરવો જોઇએ.

કન્યા - પ્રેમ સંબંધ
કન્‍યા રાશીની વ્‍યક્તિના મનમાં પ્રેમની સાથે જવાબદારીની ભાવના પણ રહે છે. તેઓ પ્રેમને શિક્ષણ, સાહસ અને જવાબદારી માને છે. તેમના વિચારો મુજબ પ્રેમ અને સેક્સ શારીરિક નહીં પણ માનસિક પ્રક્રિયા છે. તેઓ ગુણ ઉપર વધારે ધ્‍યાન આપે છે, આ કારણે તેઓ લક્ષ્‍ય થી દૂર રહે છે. વિજાતીય સંબંધ - કન્‍યા રાશી પોતાના પ્રમાણમાં મોટી ઉંમરને વધુ પસંદ કરે છે. તેમના મનમાં અજ્ઞાન તરફ ભય રહેલો હોય છે. તેમને હંમેશા સુરક્ષાની જરૂરીયાત હોય છે. માનસિક રૂપથી તેઓ વૃશ્ચિક તરફ અને શારીરિક રીતે મકર તરફ આકર્ષિત થાય છે. જે સફળ રહે છે.
 
કન્યા - મિત્રતા
વૃશ્ચિક, વૃષભ, તથા મકર રાશી વચ્‍ચે સારૂ રહે છે. છતાં પણ બે કન્‍યા રાશીમાં વિરોધ રહે છે. મિથુન, તુલા, અને સિંહ સાથે મિત્રતા રહે છે. કુંભ તથા મેષનો સાથ ઉદાસ રહે છે. અન્‍ય રાશી સાથે સંબંધ ઔપચારિક રહે છે.
 
કન્યા - પસંદ
કન્‍યા રાશીને માળીકામ, સુંદર છોડવાઓની સંભાળ, વાંચવાનો અને લખવાનો, સિક્કા અને ટપાલની ટીકીટોનો સંગ્રહ કરવો, ચિત્રકામ, રસોઇ બનાવવી વગેરે નો શોખ હોય છે.
 
કન્યા - લગ્ન અને દાંપત્ય જીવન
કન્‍યા રાશી મકર અને વૃશ્ચિક સાથે જીવનસાથી તરીકેનો સંબંધ સુખદ રહે છે. તેમની સંતાન મેધાવિ હોય છે. તેમની પ્રેમની પરિભાષામાં તેમનો પરિવાર, જીવનસાથી અને સંતાનો આવે છે. તેમનો પ્રેમ પાર‍િવારિક હોય છે.
 
કન્યા - સ્‍વભાવની ખામી
કન્‍યા રાશીની વ્‍યક્તિ અત્‍યંત સ્‍વાર્થી હોય છે. બીજની સલાહ પર ધ્‍યાન આપતા નથી. આ કારણે તેઓ દુઃખી થાય છે. બીજાની મશ્કરી કરવી તેમને પસંદ છે. વાતને વધારીને કહેવાની આદત હોય છે. ઉતાવળા સ્‍વભાવના હોવાથી મુશ્કેલી આવે છે. ઉપાય- તેમનો સ્‍વામી બુધ છે. જે પૃથ્‍વી તત્‍વનો ગ્રહ છે. તેઓ લાગણીનો ત્‍યાગ કરીને દ્રઢ બને તો સફળતા તેમના કદમ ચૂમશે. રામ, દત્ત, કૃષ્‍ણ, ગણેશ ઓમ અથવા ઇષ્‍ટ દેવની ઉપાસના કરવી જોઇએ. ઘન માટે લક્ષ્‍મીની પૂજા કરવી જોઇએ. બુધવાર નું વ્રત ફળદાયક રહે છે. મગ, લીલા વસ્‍ત્ર, કપૂર, ફળ ફુલ, તથા લીલી વસ્‍તુનું બુધવારે દાન કરવું.ૐ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ - આ મંત્રનાં ૯૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી થાય છે.
 
સેક્સ લાઈફ- સેક્સ વિશે એ લોકો બહુ ગંભીર રહે છે. તેમનો માનવું છે કે સેક્સ શારીરિક નહીં પણ માનસિક પ્રક્રિયા છે.
કન્યા - ભાગ્યશાળી રત્ન
કન્‍યા રાશીની વ્‍યક્તિ માટે ભાગ્યશાળી પન્‍ના અને મોતી છે. માટે તેમણે બુધ ખરાબ હોય તો પન્‍ના પહેરવો જોઇએ. બુધવારે સોનાની વીટીમાં મઢાવીને ૩ કે ૬ રત્તીનું પન્‍ન બુધનું ધ્‍યાન ધરીને કનિષ્‍ઠા આંગળીમાં પહેરવું જોઇએ. વધારે તકલીફમાં તેમણે મૂંગા યા ઇંન્‍દ્રનીલ રત્‍ન પણ પહેરી શકે છે. ચંદનનું મૂળ પોતાની પાસે રાખવું અને બીજના ચંદ્રના દર્શન કરવા. પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે કન્‍યા રાશી માટે સંગમશબ, જમ્‍બુમણિ અને પુખરાજ સારૂ ફળ આપે છે.
 
કન્યા - વ્‍યક્તિત્વ
"કન્‍યા રાશિનો સ્‍વભાવ અત્‍યંત રહસ્‍યમય હોય છે. તેઓ વાત કરવામાં કુશળ હોય છે. પૃથ્‍વી સાથે સંબંધ ધરાવતી આ રાશિ સેવા, સ્‍વાસ્‍થ્ય અને વ્યવસાયથી સંબંધ રાખે છે. તેઓ પોતાની યોજના અને કાર્યમાં સફળ થાય છે. તેઓનો સાથ કાયમી રહેતો નથી. તેમનો વ્‍યવહાર દયાળુ હોય છે. કન્યા રાશિનો પુરૂષ પોતાને સારો સમજે છે, મળેલ ઘનને મહેનત દ્વારા ચૂકવવામાં માને છે, દગા દ્વારા નફરત કરવા વાળો અને હંમેશા સારો વ્‍યવહાર પસંદ કરે છે. તેમના વ્‍યક્તિત્‍વના બે સ્‍વરૂપ હોય છે. તેમનું જીવન અંદરથી અને બહારથી અલગ હોય છે.તેઓ દરેક કાર્ય મનમાનીથી કરે છે. તેઓ સ્‍વાભિમાની હોય છે. નિશ્ચયના પાકા હોય છે. પ્રસિદ્ધ‍િ મેળવવાની ગુપ્ત ઇચ્‍છા રહે છે. કામુક હોય છે. પોતાનામાં વિશ્વાસ રાખનાર સ્‍ત્રી અને ઉન્‍મુક્ત પ્રેમ ગમે છે. તેઓ મિલનસાર, સેવાભાવી હોય છે. તેમને સ્‍વચ્‍છતા ગમે છે. તેમને હરાવવા મુશ્કેલ છે કારણ કે, મુશ્કેલીમાં પણ તેઓ આત્‍મનિયંત્રણ ગુમાવતા નથી. તેમને સમસ્‍યાયુક્ત જીવન પસંદ છે. જ્યારે તેના સંબંધ ખરાબ થાય છે. ત્યારે તેઓ ઉગ્ર રૂપ ધારણ કરે છે. ઘણી વખત તેમાં ગાઢ પ્રેમ સંબંધ પણ ટૂટી જાય છે. ઘરમાં એક વ્‍યક્તિ સાથે તેમને વધારે લગાવ રહે છે."
 
કન્યા - શિક્ષણ
કન્‍યા રાશીની વ્‍યક્તિને શિક્ષણનો અજીબ શોખ હોય છે. માટે તેઓ સારી પ્રગતી કરે છે. મહેનતુ સ્‍વભાવને કારણે કોઇપણ વિષયમાં સફળતા મેળવે છે. વેપાર, ફોટોગ્રાફી, પત્રકાર, સંગીત વગેરેમાં વધારે સફળ રહે છે. એકાગ્ર હોવાથી સાહિત્યનો અભ્‍યાસ કરે છે.
 
કન્યા - સ્‍વાસ્‍થ્ય
કન્‍યા રાશીની વ્‍યક્તિનું શરીર સ્‍થૂળ હોય છે. તેમને અનિયમિત ભોજનથી તેમને પેટને લગતા રોગ થાય છે. ચામડી, કાન, ગળું, નાક, પેટનો વિકાર, મંદાગ્નિ, દાદ, રક્તપિત, પક્ષઘાત, પીઠનું દર્દ વિશેષ થાય છે. સ્‍ત્રીઓના વાળ કાળા હોય છે અને જલ્‍દીથી ટૂટી પણ જાય છે. તેમને માથાના દુખાવાથી આંખ નબળી પડી જાય છે. યાદ શક્તિ ઘટી જાય છે. માનસિક થાકની ખરાબ અસરથી દમ, મોતિયો, લોહીનું દબાણ, ઉધરસ, પેટનો વિકાર વગેરે માંથી એક અવશ્ય હોય છે. તેમણે માનસિક શ્રમની જગ્યાએ શારીરિક શ્રમને વધારે મહત્‍વ આપવું જોઇએ. સંતુલિત ભોજન, ‍વ્‍યાયામ પર ધ્‍યાન આપવું જરૂરી છે. ધુમ્રપાન અને માંસાહારથી બચવું જરૂરી છે અને ફળોનો રસ, તાજી શાકભાજી અને દહીંનો ખોરાકમાં વધુ ઉપયોગ કરવો જરૂરી છે.
 
 કન્યા - ઘર-પરિવાર
કન્‍યા રાશીની વ્‍યક્તિ કુટુંબ સાથે રહે છે. છતાં તેમની ઘરમાં ઇજ્જત ઓછી હોય છે. તેઓ કુટુંબને અલગ થવા દેતા નથી. તેઓ કુટુંબમાં સૌથી મોટા હોય તો કુટુંબની સંપુર્ણ જવાબદારી તેઓ લે છે. ઘરના માણસોનું હંમેશા ધ્‍યાન રાખે છે. પોતે કષ્‍ટ લઇ ઘરના સભ્‍યોને સુખ આપે છે છતાં પણ સન્‍માન મળતુ નથી. તેઓ હંમેશા પોતાનું કર્મ કરે છે.
 
 કન્યા - ભાગ્યશાળી દિવસ
કન્‍યા રાશીનો બુધ સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો ભાગ્યશાળી દિવસ બુધવાર છે. આ દિવસ તેને પ્રસન્‍ન રાખે છે. સાથે સાથે શનિવાર અને શુક્રવાર પણ શુભ છે. જે દિવસે ધન રાશીનો ચંદ્ર હોય ત્‍યારે મહત્‍વપૂર્ણ કામનો આરંભ કરવો નહીં.
 
કન્યા - ભાગ્યશાળી અંક
આ રાશી માટે પ નો અંકની ભાગ્‍યશાળી છે. માટે પ ની શ્રેણી પ, ૧૪, ૨૩, ૩૨, ૪૧, પ૦, પ૯, ૬૮.... શુભ રહે છે. તે ઉપરાંત ૧, ૪, ૬, ૭ ના અંક શુભ. ૩, ૮, ૯ અંક સામાન્‍ય અને ૨ નો અંક અશુભ છે.