શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (17:20 IST)

Taurus-જાણો કેવા હોય છે વૃષભ રાશિના લોકો

વૃષભ - શારીરિક બાંધો
વૃષભ રાશિની વ્‍યક્તિના હાથનો આકાર ચોરસ હોય છે. તેની લંબાઇ ઓછી અને પહોળાઇ વધારે હોય છે તથા અંગુઠો મોટો હોય છે જેને પાછળ વાળવો શક્ય નથી. વૃષભ રાશિની અસર ગળા પર વિશેષ હોય છે. માટે તેઓમાં બોલવાની અસાધારણ ક્ષમતા હોય છે. વૃષભ રાશિવાળી વ્‍યક્તિ શરીરે નબળી હોય તો તેમણે પૌષ્‍િટક ખોરાક વધારે લેવો જોઇએ અને ચરબી વાળો ખોરાક ઓછો આવો જોઇએ. આ વ્‍યક્તિને આંગળી, ગાલ કે ઇન્‍દ્વીય પર તલ કે મસાનું નીશાન ચોક્કસ હોય છે. જેમની હાથની આંગળી કે ગાલ પર તલ હોય તેમની પાસે પૈસાની બચત થતી નથી.
 
વૃષભ - વ્યવસાય
આ રાશીની વ્‍યક્તિ સૌંદર્યને વધારે મહત્‍વ આપે છે. તેમને દરેક કામમાં કલાત્‍મકતા પસંદ છે અને તેવી રીતે કરવા ઇચ્‍છે છે. લલિત કલા, શરાબ, રેસ્‍ટોરેંટ, હોટલ, સંગીત, તેલ, ગાયન, નૃત્‍ય, કલાકાર, અભિનેતા, શ્રૃંગારની વસ્‍તુઓ, ઘરેણાં, શિલ્‍પકામ, ચિત્રકારી, તૈયાર વસ્‍ત્રો, મોડેલીંગ, દરજીકામ, ફિલ્‍મ નિર્માણ, ફેશન ડિઝાઇનર, એડ. એજન્‍સી વગેરે જેવા કામ વ્યવસાય તરીકે પસંદ કરે છે. જીવનમાં વિશેષ પ્રગતિ અને સન્‍માન મેળવવાના અધિકારી બને છે. જમીન ના વ્‍યવસાયમાં સફળતા મળે છે.
 
વૃષભ - આર્થિક પક્ષ
આ રાશીનો માણસ ખરેખર કર્મભૂમિમાં ઉતરીને પોતાની કમાણીમાંથી ધન અને જમીનનો સ્‍વામી બને છે. તેમની પાસે રૂપીયાની બચત નથી થતી. જેટલી આવક થાય તેટલી જાવક થાય છે. તેઓ ઘન સંબંધી યોજના બનાવવામાં કુશળ, શ્રેષ્‍ઠ મેનેજર, નેતૃત્‍વ શક્તિ સંપન્‍ન, બીજાની ઉપર પોતાનો પ્રભાવ પાડનાર, જવાબદારીને નિભાવનાર, સંઘર્ષ માટે તૈયાર અને પોતાની રક્ષાના પ્રયત્‍ન કરવાવાળા હોય છે. તેઓ પ્રવૃતિમય હોવાથી રૂપીયાનો અભાવ નથી આવવા દેતા. તેઓ આવક-જાવક તરફ સતર્ક રહે છે.
 
વૃષભ - ચરિત્રની વિશેષતા
વૃષભ રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - દુરાગ્રહી, લાલચી, ઇંદ્રિયાર્થવાદી, મોટી બુદ્ધિના, ભૈતિક ઇચ્‍છાઓ દ્વારા નિયંત્રીત, અડીયેલ, સ્‍િથર ચિત્ વાળો. ચરિત્ર વિકાસના લક્ષણો - દ્રઢ નિશ્ચયી, દુરાગ્રહી, અડગ, બૌદ્ધિક મૂલ્‍યોનો વિકાસ, ભૌતિકવાદ તથા ભૌતિક ચમક દમકથી અલગ રહેવું, ભાવનાત્‍મક ઇચ્છાઓને નિયંત્રીત કરવી, અંતઃ કરણના લક્ષણ - ઇચ્‍છા તથા આકાંક્ષાઓને આધ્યાત્મિક ઇચ્‍છાઓમાં બદલાવવી. વિશ્વને જ્ઞાનના પ્રકાશ તરફ પ્રેરીત કરવા સહાય કરવી, લોકો વચ્ચે હોવા છતાં અલગ રહેવું, દૈવી કામ માં પોતાના સંસાધનોનો ઉપયોગ, ઇશ્‍વરના સંસાધનો ના પ્રબંધ કરનાર, સ્‍વામિત્‍વ, ભૌતિક વસ્‍તુનો યોગ્ય ઉપયોગ. આધ્‍યાત્મિક દ્વારા ભૌતિક બંધન તોડવા.
 
વૃષભ - આજીવિકા અને ભાગ્ય
વૃષભ રાશીની વ્‍યક્તિ વ્યવસાયના ક્યા ક્ષેત્રમાં પ્રગતી કરશે તે જન્‍મ કુંડળીના ગ્રહોની સ્‍િથતિ જોયા બાદ જાણવા મળે છે. છતાં પણ વેપાર, વસ્‍ત્ર નિર્માણ, જેવા કામમાં વધારે પ્રગતી કરે છે. આ લોકો સૈનિક પણ થઇ શકે છે. તેઓ કોઇ પણ મોટી જવાબદારી લેવામાં ડરતા નથી અને તેને પૂર્ણ પણ કરે છે.
 
વૃષભ - ભાગ્યશાળી રંગ
વૃષભ રાશીની વ્‍યક્તિ માટે આસમાની અને જાંબલી રંગ ભાગ્યશાળી છે. આ રંગના વસ્‍ત્ર પહેરવાથી માનસ‍િક શાંતિ મળે છે. સફેદ અને હલકો આસમાની રંગ શુભ રહે છે. ખીસ્‍સામાં હંમેશા સફેદ રૂમાલ રાખવાથી લાભ થાય છે. પોતાના વસ્‍ત્રમાં સફેદ રંગને કોઇ પણ સ્‍વરૂપમાં ચોક્કસ પસંદ કરવો જોઇએ.
 
 

વૃષભ - પ્રેમ સંબંધ
"વૃષભ રાશિની વ્‍યક્તિની અંદર પ્રેમની ક્ષમતા વધારે હોય છે. સેક્સમાં તેમની આકાંક્ષા વધારે હોય છે. તેઓ તેના પ્રત્‍યે આકર્ષય કે જેઓ વૃષભ રાશિની વ્‍યક્તિને સહાય કરીને પ્રસન્‍નતા, સુખ અને સહયોગ આપે. જે તેના માટે બધુંજ કરવા તત્‍પર રહે. આ રાશિનો પ્રેમ ખૂબજ તિવ્રતાથી શરૂ થાય છે. પરંતુ તેનો અંત મિત્રતા અને સમજદારીથી થાય છે. જો તેને એવું લાગેકે તેનો ફાયદો લઇને છોડવામાં આવેલ છે ત્‍યારે તે વિફરે છે અને પોતાના પ્રેમીની કઠોર નીંદા કરે છે. પર‍િણામે તે સંબંધ કાયમી રીતે ટૂટી જાય છે. આ રાશ‍િ એવો પ્‍યાર ઇચ્‍છે છે કે, જેનો આધાર મજબુત અને દ્રઢ હોય. તેના પર પ્રેમ તથા વાસના બંનો સરખો પ્રભાવ રહે છે. બંને ભરપૂર માત્રામાં ઇચ્‍છા રાખે છે. તે એકથી વધારે પ્યારની ઇચ્‍છા રાખે છે. આ રાશિ સેક્સ ઉપર નિયંત્રણ નથી રાખી શકતી. સમયનું તેને ધ્‍યાન નથી રહેતું. આ રાશિ પાસે બળજબરીથી કંઇ કરી શકાતુ નથી. પરંતુ વિજાતીય વ્‍યક્તિ પ્રેમથી બધુજ કરાવી શકે છે. આ વ્યક્તિ પોતાના સન્‍માન માટે એકથી વધારે સેક્સ સંબંધ રાખે છે. આ રાશિનું જીવન મુશ્કેલીથી ભરપુર હોય છે. તેઓ પોતાના સાથીને પોતાના જેવા બનાવવા દ્રઢતાથી કામ લે છે. સેક્સની ભાવના માનસિક વધારે હોય છે, જ્યારે શા‍રીરિક ઓછી હોય છે. વૃષભ રાશિની વ્‍યક્તિને પોતાના સાથી સાથે વિચારભેદ પસંદ નથી. વિજાતીય સાથે સંબંધ વિજાતીય વ્‍યક્તિ તરફનો દ્રષ્‍િટકોણ વિશ્‍લેષણાત્‍મક હોય છે. કલાત્‍મક પ્રવૃતિ વાળા લોકોને પોતાના તરફ તેઓ આકર્ષે છે. ગાયક સાથેની સંગત વધારે ગમે છે. સ્‍ત્રીઓ તરફ કે વ્યસન તરફ તેઓ જલ્‍દીથી આસક્ત થઇ જાય છે. પરંતુ પોતાના ચરિત્રને હંમેશા અરીસા સમાન ચોખ્‍ખું રાખે છે અને સાચવવાનો પ્રયાસ કરે છે. તેમને સુખી તથા શાંત જીવન પસંદ છે. તેઓ સ્‍ત્રીઓ પ્રત્‍યે એકાએક આકર્ષ‍િત નથી થતા. પોતાના કામથી મતલબ રાખે છે અને સામેથી ક્યારેય કોઇની સાથે વાત નથી કરતા. ભૌતિક રૂપથી તેઓ કન્‍યા રાશિ તરફ આકર્ષિત થાય છે. મીન તથા કન્‍યા રાશિ સાથે તેમને સુખ મળે છે. વૃષભ રાશિની વ્‍યક્તિને બધા પ્રકારના ગૃહસ્‍થ સુખ જરૂરી છે. પોતાના પ્રેમ વ્‍યવહારમાં કોઇને ખોટું લાગે કે કોની ભાવનાને દુખ થાય તો તે ઉગ્ર બની જાય છે. કર્ક અને વૃષભ રાશિમાં ઘણી સમાનતા હોય છે. બંને ધન અને પ્રેમમાં વ્‍યવહારુ હોય છે. પરંતુ વૃષભ કરતા કર્ક વધારે વ્યવહાર કુશળ હોય છે. "
 
વૃષભ - મિત્રતા
વૃષભ, મિથુન, કન્‍યા, મકર અને કુંભ રાશી વચ્‍ચે ‍પ્રેમ રહે છે. કુંભ રાશીના લોકો એમની ઇચ્‍છાઓ, ભવિષ્‍ય તથા સામાજીક સ્‍િથતિને પ્રભાવિત કરે છે. આ રાશીના વ્‍યક્તિજ સાચા મિત્ર થશે. મેષ રાશી સાથે મત-ભેદ હોવા છતાં સારી મિત્રતા રહેશે. કર્ક અને સિંહ રાશીની વ્‍યક્તિ સાથેના સંબંધ પીડા દાયક રહેશે. વૃષભ રાશીની વ્‍યક્તિ ના વૃશ્ચિક રાશી સાથે વિવાદ રહેશે. મકર સાથે શિક્ષણમાં લાભ રહેશે. બીજા વૃષભ રાશી સાથે સારો મેળ રહે છે. સિંહ, કુંભ સાથે સંબંધ શુભ નથી રહેતા. મેષ, તુલા, મિથુન અને ધન સાથે સંબંધ ઉદાસ રહે છે. મિથુન રાશીની વ્‍યક્તિ ધનની બાબતમાં સહાયક રહેશે અને બહારની દુનિયાનો પરિચય કરાવશે.
 
વૃષભ - પસંદ
વૃષભ રાશીની વ્‍યક્તિને જ્યોતિષના પુસ્‍તકો વાંચવા, રમત-ગમત, સારી વસ્‍તુઓનો સંગ્રહ કરવો, નૃત્‍ય, ગાયન, કથા-‍કીર્તન, સતસંગ વગેરે માંથી કોઇ એક વધારે પસંદ હશે. પુરૂષોને રમત અને સ્‍ત્રીઓને વસ્‍ત્રોનો શોખ હોય છે. તેઓ વિવિધ ઘટના અને સ્‍થાનનાં વર્ણન કરવામાં રસ લે છે.
 
વૃષભ - લગ્ન અને દાંપત્ય જીવન
વિવાહના સંબંધમાં વૃષભ રાશી વૃશ્ચિકને પોતાની તરફ આકર્ષે છે. તેમની નજરમાં વૃશ્ચિક મુખ્‍ય છે. આમ તો કન્‍યા રાશી સાથે તેમના સંબંધ રોમાંટિક હોય છે પરંતુ તે કાયમી નથી રહેતા. કન્‍યા રાશી પોતેજ સંબંધ તોડી નાખે છે. વૃષભ પ્રેમના સંબંધમાં ગૃહાભિમુખ હોય છે. વૃષભ રાશીનો પુરૂષ દરેક વસ્‍તુના ઉત્તમ સ્‍વરૂપને મેળવવા ઇચ્‍છે છે. તેમાં ભોજન અને સેક્સ બનેની ભૂખ વધારે હોય છે. તેઓને પૂર્ણ આત્‍મસમર્પણ જોઇએ છે. પૂર્ણ ભોજન અને પૂર્ણ કામ-તૃપ્‍ત‍િ બંનેની વધારે જરૂરત હોય છે. પોતાની પત્‍નીની સેક્સ પ્રત્‍યે ઉદાસીનતાથી તેને ક્રોધ આવે છે. તેમનો સેક્સ વ્‍યવહાર ઘણો કઠોર હોય છે. સેક્સ પ્રિય પત્‍ની કે પ્રેમ‍િકા તેને વધારે ગમે છે અને તેના માટે તેઓ બધુંજ કરે છે. વૃષભ રાશીના સ્‍િત્ર-પુરૂષ બંનેને સર્વોત્તમના આકાંક્ષી અને સેક્સ ના ભૂખ્યા હોય છે. લગ્ન જીવનમાં પતિ-પત્‍ની વચ્‍ચે ચક-મક ચાલ્યાજ કરે છે. છતાં એક-બીજો છોડતા નથી ખટપટ બાદ ફરીથી તેઓ એક થઇ જાય છે.
 
સેક્સલાઈફ
પોતાની પત્‍નીની સેક્સ પ્રત્‍યે ઉદાસીનતાથી તેને ક્રોધ આવે છે.
 
 

વૃષભ - સ્‍વભાવની ખામી
વૃષભ રાશીને ધાક ધમકી આપવી મતલબ સંકટને આમંત્રણ આપવા બરોબર છે. ક્રોધમાં આ લોકો ગમેતે હદ પાર કરી નાખે છે. પોતે ઝગડા નથી કરતા પરંતુ કોઇ ઝગડો કરે તો તેને સજા આપ્યા વગર છોડતા નથી. આ રાશી વાળા સ્‍વભાવથી આળસુ અને જીદ્દી હોય છે. તેઓ અન્‍ય કરતા વધારે રૂઢીવાદી હોય છે. જમવામાં તેઓ કંટ્રોલ નથી રાખતા. તેઓ પોતાને મહાન સમજે છે. બીજાની સફળતાને જોઇએ તેમની જગ્યાએ જવાની તેઓ કલ્‍પના કરે છે. તેઓ ઇર્ષા કરતા નથી પરંતુ પોતે પણ તેવી સફળતા મેળવવા લલચાય છે. તેઓ એક બાજુ સહનશીલ તથા સહાનુભુતિ વાળા હોય છે પરંતુ પોતાની ભાવનાને અસર થતા તેનો સ્‍વભાવ બદલી જાય છે. ઉપાય- વૃષભ રાશીની વ્‍યક્તિને દુખ થતા સંકટ ચોથ, પ્રદોષ, રામાયણના પાઠ, ગાયત્રીના જાપ, અથવા મંગળવારે ઉપવાસ કરવા જોઇએ. શુક્રવારનું વ્રત અને શંકરની ઉપાસના પણ શુભ ફળ આપે છે. સફેદ વસ્‍તુઓ ચોખા, દૂધ, સફેદ વસ્‍ત્રનું દાન કરવાથી સારૂ રહે છે. ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ શુક્રાય નમઃ - મંત્રના ૧૬૦૦૦ જાપ કરવાથી મનની ઇચ્‍છા પૂરી થઇ શકે છે.
 
વૃષભ - ભાગ્યશાળી રત્ન
વૃષભ રાશીમાટે ભાગ્યશાળી રત્ન હીરો છે. માટે શુક્ર ખરાબ હોય તો હીરો પહેરવો જોઇએ. એક રત્તીનો હીરો પ્લેટીનમ કે ચાંદીમાં મઢાવીને મધ્યમીકા આંગળીમાં શુક્રવારે શુભ મુહૂર્તમાં ઇષ્‍ટદેવની પુજા કરીને પહેરવાથી લાભદાયી રહે છે. તેમણે મૂંગા, હીરો અથવા ચંદનનું મુળ પોતાની સાથે રાખવાથી મનમાં શાંતિ રહે છે.
 
વૃષભ - શિક્ષણ
આ રાશીની વ્‍યક્તિ રહસ્‍યોથી પ્રેમ કરે છે. તેમને પરંપરાગત વિષયો કરતા નવીન વિષયોના અધ્‍યયનમાં વધારે રસ હોય છે.
 
વૃષભ - સ્‍વાસ્‍થ્ય
વૃષભ રાશીની વ્‍યક્તિને પેટની વધારે તકલીફ રહે છે. ગેસ, સંવિધાત, મધુપ્રમેહ, આંખની બીમારી, ગળાનો રોગ વગેરે બીમારીઓ થઇ શકે છે. વૃષભ રાશીની વ્‍યક્તિનું મૃત્યું હૃદયરોગથી વધારે પ્રમાણે થાય છે. સામાન્‍ય રીતે તેઓ સ્‍વસ્‍થ રહે છે પરંતુ ગોચરમાં અશુભ ગ્રહ આવે કે શુક્ર નબળો થાય ત્‍યારે અહીં દર્શાવેલા રોગ થઇ શકે છે. વીર્યનો વિકાર, મૂત્ર રોગ, આંખનો રોગ, મુખનો રોગ, પાંડુ, ગુપ્ત રોગ, વીર્યની ઉણપ, સંભોગમાં અક્ષમતા, સ્‍નાયુની નબળાઇ, વાયુનો વિકાર, સ્‍વપ્ન દોષ, શીઘ્રપતન, ધાતુનો ક્ષય, કફ અને કબજીયાત વગેરે થાય છે. આ માટે છાસ, ફળ, લીંબુ, સૂકા મેવા, પાલક, ટમેટા વગેરેથી લાભ થાય છે. તેઓ શરીરથી નબળા હોય તો તેમણે સંતુલીત આહાર લેવો જોઇએ અને ચરબી વાળો ખોરાક ખાવો જોઇએ.
 
વૃષભ - ઘર-પસંદ
વૃષભ રાશીના લોકો સારા માતા પિતા હોય છે. બાળકો પ્રત્‍યે તેમને પ્રેમ અને સમજદારીની ભાવના હોય છે. તેમને પુત્રી કે બાળકો દ્વારા સુખ મળે છે. તેઓ વસ્‍તુસ્‍િથનિને સારા શબ્‍દોમાં રજુ નથી કરી શકતા. તેમને આરામ વધારે પસંદ છે. તેઓ મિત્રો અને પરિવાર પ્રત્‍યે હંમેશા ઇમાનદાર રહે છે. ઘરની ચિંતામાં ફસાઇને તેનો વિચાર કરવો તેમના માટે દુખ દાયક રહે છે. પરિવારની જવાબદારીથી તેઓ ગભરાઇ જાય છે અને તેનાથી દૂર રહે છે. પરિવારના પ્રમુખ તરીકે તે અસફળ રહે છે. તેમને પોતાના સંતાનનો ભાર ઉપાડવો ગમતો નથી. ઘરના કાર્યોથી પોતાને દૂર રાખે છે. વૃષભ રાશીની વ્‍યક્તિ પોતાનામાં કેન્‍દ્રીત હોવાથી પોતાના પ્રિયજનોને દુઃખી કરે છે. તેમનો દરેક સમયે સંપર્ક કરવો મુશ્કેલ છે. એકાંતવાસી અને અચાનક ગંભીર થઇ જવું આ રાશીની વિશેષતા છે. આ સ્‍િથતિમાંથી દૂર થાય ત્‍યારે તેઓ પોતે સંતોષી, સુખી અને શક્તિશાળી હોવાનો અનુભવ કરે છે.
 
વૃષભ - ભાગ્યશાળી દિવસ
વૃષભ રાશીનો શુક્ર સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો શુભ દિવસ શુક્રવાર છે. સાથે બુધવાર અને શનિવાર પણ સારા રહે છે. જે દિવસે વૃશ્ચિક રાશીનો ચંદ્ર હોય ત્‍યારે મહત્‍વપૂર્ણ કામનો આરંભ કરવો નહીં.
 
વૃષભ - ભાગ્યશાળી અંક
આ રાશિ માટે ૬ નો અંકની ભાગ્‍યશાળી છે. માટે ૬ના અંકની શ્રેણી ૬, ૧પ, ૨૪, ૩૩, ૪૨, પ૧,.... શુભ રહે છે. તેમના માટે ૪, પ, ૮ અંક શુભ, ૩ સપ્રમાણ અને ૧,૨ અશુભ હોય છે.