Aries-જાણો કેવા હોય છે મેષ રાશિના લોકો

Last Updated: મંગળવાર, 8 મે 2018 (12:48 IST)
- શારીરિક બાંધો
મેષ રાશીની વ્યકતિની હાથની બનાવટ કોણ આકારની હોય છે. આંગળીઓના પ્રમાણે હથેળી મોટી હોય છે. હાથ મૂળમાં પહોળો તથા મથાળે સાંકડો હોય છે. માથુ મોટું અને મુખનો આકાર વિદ્વાન જેવો હોય છે. માથા કે કપાળ ઉપર ઘા નો ડાઘ હશે અથવા છાતી કે ચહેરા ઉપર તલ કે મસાનું નિશાન હશે. આ રાશીના વ્‍યક્તિની ભ્રમર હંમેશા ઊંચી રહે છે. તેઓ દરે સમયે સજાહ રહે છે. દરેક કામ પર સતર્ક રહે છે. સાથે સાથે તેમને સફાઇ પસંદ છે. દરેક કામ કુશળતાથી કરે છે. આંખ નબળી હોય છે. આ રાશીની અસર માથા પર હોય છે માટે માનસિક શાંતિ ઓછી હોય છે. તેમની પ્રકૃતિ ગરમ હોય છે માટે ગરમા ગરમ વસ્‍તુ ખાવાથી રોગના શિકાર બને છે.
મેષ - વ્યવસાય
મેષ રાશીની વ્‍યકિત વિદ્યુત, ખનિજ, ‍સીમેન્‍ટ, મેડિકલ સ્‍ટોર, કોલસા, ખનિજ તેલ, મેડીકલ, દારૂગોળો, શસ્‍ત્રોની બનાવટ, રમત-ગમત, રંગ, જમીન-મિલ્‍કત, ઘડિયાલ, રેડીયો, તંમ્‍બાકુ, રાસાયણીક વગેરેમાં ધંધામાં સફળતા મળે છે. અને રૂપીયા કમાઇને જીવન પસાર કરે છે. આ વ્યવસાય માંથી કોઇપણ વ્યવસાય દ્વારા તેમને માન, સન્‍માન અને ધન પ્રાપ્ત કરે છે. મેષ રાશી વાળી વ્‍યકિતના કર્ક, સિંહ, વૃશ્ચ‍િક, ધન અને મીન રાશ‍િ સાથે ભાગીદારી સારી રહે છે અને મિત્રતા બને છે. મેષ રાશીની સ્‍ત્રીઓ પણ વેપારમાં સફળતા પ્રાપ્ત કરે છે.

મેષ - આર્થિક પક્ષ
મેષ રાશીની વ્‍યકિત પડકારને સ્‍વીકારીને પૂરા વેગથી આગળ વધે છે અને સફળતા મેળવે છે. સંઘર્ષ કરતો તેમને વિશેષ ગમે છે. આ કારણે તેમને સફળતા અને સુખ મળે છે. મેષ રાશીના મુલતઃ આશ્ચર્યજનક કાર્ય કરે છે. આ ગુણના કારણે તેઓ જે ક્ષેત્રમાં કામ કરે છે તેમાં સંઘર્ષ કરીને ધન અને સન્‍માન બંને મેળવે છે. તેમની આર્થિક સ્‍િથતિ સારી રહે છે.

મેષ - ચરિત્રની વિશેષતા
મેષ રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - દુરાગ્રહી, સ્‍વાર્થી, ઉદ્યમી, આક્રમક, હિંસક, આવેગી. ચરિત્ર વિકાસના લક્ષણો - જોશીલો, સમર્થ, પરીશ્રમી, આગેવાન, મનથી અડગ, જીદ્દી, પોતાની ઓર સાચો હોય છે. નવા વિચારો પર મનન કરે છે. અંતઃ કરણના લક્ષણ - વિચાર, આયોજન અને ઇચ્‍છા દ્વારા પૃથ્વી પર દેવ તત્‍વની અભિવ્યક્તિમાં સહાયક, ચેતનાની નવી સીમામાં પ્રવેશ, બીજા માટે ઉદાહરણ રૂપ, ધાર્મિક નિયમોનું પાલન, વિચારોના નવા અને પ્રેરણા ના રસ્‍તા આપવા, અંતરાત્‍માની ઇચ્‍છામાટે જીદ્દી.
મેષ - આજીવિકા અને ભાગ્ય
મેષ રાશીની વ્‍યક્તિ નેતા અને આગેવાન બની શકે છે. તેમનો મંગળ સાથે નજીકનો સંબંધ છે માટે તેઓ સારા ઉદ્દેશને સરળતાથી મેળવી શકે છે. તેમને રાજકીય લાભ તથા સહકાર મળે છે. નેતા બનીને રાજકારણમાં લોકપ્રિય બનવા માગે છે. દરેક સમયે સલાહ આપે છે અને નવું કરવાની ધુન, ભૌતિક સુખ અને સાધનો વધારવામાં તૈયાર રહે છે. સતત ક્રિયાશીલ મસ્‍િતકના સ્‍વામી હોય છે. સંધર્ષ કરવાની પ્રકૃતિ હોય છે. નેતૃત્‍વનો ગુણ હોવાથી સારો શાસક રહે છે અને સફળ થાય છે. વધારે પ્રમાણે બહાદુરીના અને મહેનત વાળા કાર્યમાં રસ લે છે. સર્વેક્ષણ, વિદ્યુત મશીન, પોલીસ, શૈન્‍ય, ડોક્ટર, ખાણવિજ્ઞાન તથા ખેતી અને નેતૃત્‍વના કામમાં સફળ થાય છે. કુશળ સંગઠનકર્તા, નેતા, જાસૂસ, વેપારી, સુધારક, દલાલ, સલાહકાર, નિરીક્ષક, જમીન, તાંબુ, અને લોખંડ ના વ્‍યવસાય માં પણ સફળ થાય છે.
મેષ - ભાગ્યશાળી રંગ
મેષ રાશી માટે લાલ અને સફેદ રંગ શુભ હોય છે. આ રંગના વસ્‍ત્રો પહેરવાથી માનસિક શાંતિ મળે છે. ખીસ્‍સામાં હંમેશા લાલ રંગનો રૂમાલ રાખવાથી લાભ થાય છે.
આ પણ વાંચો :