ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 4 ડિસેમ્બર 2017 (12:16 IST)

સાંજ પછી કેમ ના કરાય દાહ-સંસ્કાર

હિન્દુ ધર્મમાં કુળ 16 સંસ્કાર જણાવ્યા છે. એમાંથી સૌથી અંતિમ છે મૃતક સંસ્કાર એના પછી બીજા કોઈ સંસ્કાર નહી હોય છે. આથી એને અંતિમ સંસ્કાર પણ કહેવાય છે. 
 
શાસ્ત્રોમાં જણાવ્યું છેકે શરીર પંચ તત્વો એટલે પૃથ્વી ,જળ,અગ્નિ ,વાયુ અને આકાશથી બનેલ છે. અંતિમ સંસ્કારના રૂપમાં જ્યારે માણસનો દાહ સંસ્કાર કરાય છે . 
 
ત્યારે આ પાંચ તત્વ જયાંથી આવેલ છે તેમા વિલીન થઈ જાય છે,અને પછી નવા શરીરના અધિકારી બની જાય છે. 
 
અંતિમ સંસ્કાર વિધિ-પૂર્વક નહી થાય તો મૃતક માણસની આત્મા ભટકતી રહે છે કારણ કે તેને ના આ લોકમાં સ્થાન મળે છે અને ના પરલોકમાં આથી તે વચ્ચે જ રહી 
 
જાય છે. આવા માણસની આત્માને પ્રેતલોકમાં જવું પડે છે. આથી માણસની મૃત્યુ થતાં વિધિ-પૂર્વક તેનો દાહ સંસ્કાર કરવું જોઈએ. 
 
                                                                                                  દાહ સંસ્કારના આ નિયમ જાણી લો........



પણ આવું નહી કે માણસની મૃત્યુ થતાં તેના ક્યારે પણ દાહ-સંસ્કાર કરી શકાય છે. શાસ્ત્રોમાં દાહ-સંસ્કાર માટે નિયમ જણાવ્યા છે. 
 
તેમાં એક નિયમ આ છે કે માણસની મૃત્યુ જો રાતમાં કે સાંજે પછી થાય તો તેનો અંતિમ સંસ્કાર સવારે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત થતાં પહેલાં કરવા જોઈએ. સૂર્યાસ્ત થયાં પછી દાહ સંસ્કાર કરવા શાસ્ત્ર વિરૂદ્ધ માન્યું છે. 
 
જો કોઈ માણસની મૃત્યુ દિવસના સમયે થઈ છે ત્યારે પણ સૂર્યાસ્ત પહેલા તેનો અંતિમ સંસ્કાર કરવો જોઈએ. સાંજ પછી આ સંસ્કાર નહી કરવો જોઈએ. 

                                                                                          આથી  રાત્રે નહી કરાય છે દાહ-સંસ્કાર   ............... 



શાસ્ત્રો મુજબ સૂર્યાસ્ત પછી શવનો અંતિમ સંસ્કાર નહી કરવો જોઈ . આનું કારણ આ છે કે સૂર્યાસ્ત પછી જો અંતિમ સંસ્કાર કરાય તો દોષ લાગે છે. 
 
આથી મૃતક માણસને પરલોકમાં કષ્ટ ભોગવું પડે છે અને આવતા જન્મમાં તેને કોઈ અંગમાં દોષ હોઈ શકે છે. એક માન્યતા આ પણ છે કે સૂર્યાસ્ત પછી સ્વર્ગના દ્વ્રાર બંધ થઈ જાય છે અને નર્કના દ્વ્રાર ખુલી જાય છે. 
 
એક મત આ છે કે સૂર્યને આત્માનો કારક માન્યું છે . સૂર્ય જીવન અને ચેતના પણ છે. આત્મા સૂર્યથી જ જન્મ લે છે અને સૂર્યમાં જ વિલીન થાય છે. સૂર્ય નારાયણ રૂપ છે અને બધા કર્મોને જુએ છે .જ્યારે ચન્દ્રમા પિતરોનો કારક છે. 
 
આ પિતરોને સંતુષ્ટ કરતા વાળો છે.રાત્રિના સમયે આસુરી શક્તિ પ્રબળ થાય છે જે મુકતિના માર્ગમાં બાધા ઉત્પન્ન કરે છે. આ કારણોથી શાસ્ત્રોમાં સાંજ પછી મૃતક માણસને અંતિમ સંસ્કાર ન કરવાની વાત કહી છે. 
                                                                                     
                                                                                    સાંજના સમયે કોઈની મૃત્યુ થતાં..........................



શાસ્ત્રોમાં જણાવ્યું છેકે સાંજના સમયે જો કોઈ માણસની મૃત્યુ થઈ છે તો તેના શવને રાતમાં દાહ-સંસ્કાર ન કરવા જોઈએ. 
 
એવા માણસના શવને આદર પૂર્વક તુલસીના છોડના પાસે રાખવા જોઈએ અને શવની આસ-પાસ દીપ પ્રગટાવીને રાખવા જોઈએ. શવને રાતમાં એકલા કે વિરાનમાં ન મૂકવા જોઈએ. 
 
મૃતક માણસની આત્મા એના શરીર પાસે ભટકે છે અને એમના પરિજનોના વ્યવહાર જુએ છે આથી પરિવારના સભ્યોને મૃતક માણસના શવ પાસે બેસીને ભગવાનનો ધ્યાન કરવો જોઈએ જેથી મૃતક માણસની આત્માને શાંતિ મળે. 
 
શવને એકલા મૂકવા પાછળ આ કારણ માન્યું છે કે શરીરને છોડીને જ્યારે આત્મા નિકળી જાય છે તો શરીરને એક ખાલી ઘરની તરહ થઈ જાય છે . 
 
આ ખાલી ઘર પર કોઈ પણ ખરાબ આત્મા અધિકાર કરી શકે છે. આથી ખરાબ આત્માઓથી શવની રક્ષા માટે લોકોને આસ-પાસ હોવો જોઈએ. વ્યવહારિક રીતે કોઈ જીવ હાનિ ન પહોંચાડે આથી પણ આસ-પાસ હોવા જરૂરી ગણાય છે.