અક્ષય અને જોન : મેલ પોલ ડાંસર

વેબ દુનિયા|

IFM
રોહિત ધવનની ફિલ્મ 'દેશી બોયઝ'માં બોલીવુડના બે હેંડસમ હીરો અને જૉન અબ્રાહમ મેલ પોલ ડાંસર બનશે.

આ ફિલ્મનુ શૂટિંગ કેટલાક દિવસો પહેલા શરૂ થવાનુ છે અને આ એક કોમેડી ફિલ્મ છે, ડેવિડ ધવનના પુત્ર રોહિત આ ફિલ્મ દ્વારા પોતે નિર્દેશક તરીકે બોલીવુડમાં ડગ માંડી રહ્યા છે.

પોતાના પિતાની જેમ તેઓ પણ કોમેડી ફિલ્મ બનાવશે. આ ડેવિડના નામની જ કમાલ છે કે અક્ષય અને જોન જેવા કલાકાર તેમની સાથે કામ કરવા તૈયાર થઈ ગયા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર અને સોનમ કપૂરને લઈને રોહિત એક ફિલ્મ પ્લાન કરી હતી, પરંતુ એ માત્ર ઘોષણા બનીને જ રહી ગઈ. ત્યારબાદ 'દેશી બોયઝ' બનાવવાનો નિર્ણય કર્યો.

અક્ષય અને જોન આ પહેલા 'ગરમ મસાલા' ફિલ્મ કરી ચૂક્યા છે અને દર્શકોને એકવાર ફરી તેમને સાથે જોવાની તક મળશે.


આ પણ વાંચો :