અમે ધોનીને પાર્ટી નથી આપી રહ્યા - બિપાશા

વેબ દુનિયા|

IFM
અભિનેત્રી બિપાશા બસુએ એ સમાચારોનુ ખંડન કર્યુ છે, જેમા કહેવામાં આવી રહ્યુ છે કે તે અને તેમના પ્રેમી અબ્રાહમ પોતાના મિત્ર અને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષી રાવતના સન્માનમાં એક પાર્ટી આયોજીત કરી રહ્યા છે.

બિપાશાએ માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરના માધ્યમથી આ સમાચારનુ ખંદન કરતા લખ્યુ છે કે 'જે લોકો આવુ વિચારી રહ્યા ચે કે હુ અને જોન ધોની અને સાક્ષીને માતે પાર્ટી આયોજીત કરી રહ્યા છે, હુ તેમના વિચારનુ સન્માન કરુ છુ, પરંતુ એવુ નથી. આ માત્ર એક અફવા છે. આ સત્ય નથી.

જોન અને બિપાશા ધોનીના નજીકના મિત્રો છે. ધોનીએ રવિવારે પોતાના બાળપણની મિત્ર સાક્ષી સાથે દેહરાદૂનમાં લગ્ન રચાવ્યુ છે. શનિવારે ધોની અને સાક્ષીની સગાઈ હતી.
જોન પણ ધોનીના ખાસ મહેમાન હતા, પરંતુ બિપાશા પ્રિયદર્શનની ફિલ્મ 'આક્રોશ'ના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે ધોનીના લગ્નમાં હાજરી ન આપી શકી.

બિપાશાએ લખ્યુ છે કે 'મેં ધોની અને તેમની પત્નીને લગ્નના અભિનંદન આપ્યા છે. હુ મુંબઈ પહોંચ્યા પછી તેમની સાથે તેમની ખુશીમાં જોડાઈશ.


આ પણ વાંચો :