આમિર ખાને ટીવી પર 'સત્યમેવ જયતે' દ્વારા ધૂમ મચાવી

વેબ દુનિયા| Last Modified સોમવાર, 30 એપ્રિલ 2012 (11:45 IST)

P.R
જો આમિર કંઈક અલગ કરવા માટે તૈયાર થાય તો પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કામે લગાડીને તે હંમેશા રચનાત્મક પરિણામ લાવે છે. તેના પહેલા ટીવી શો 'સત્યમેવ જયતે' વિશે પણ આવું જ કહી શકાય.

આ શો દ્વારા આમિર બોલિવૂડના એ-લિસ્ટ સ્ટાર્સ સાથે નથી જોડાયો જેમણે નાના પડદેં પણ કમાલ કરી છે...પણ તે બધાને પાછળ રાખી દીધા છે.

એક અખબાર સાથે વાત કરતા સૂત્રએ ખુલાસો કર્યો હતો કે, "ટીવી પરના તેના પહેલા શો માટે આમિરને 3 કરોડ મળી રહ્યા છે તે વાતમાં કોઈ નવાઈ નથી. તે અત્યારે બોલિવૂડનો સૌથી વધુ વિશ્વાસનીય એક્ટર છે. તે પોતાની સાથે ઘણા રચનાત્મક તત્વો લઈને આવે છે."
સૂત્રએ ઉમેર્યું હતું કે, "3 કરોડની વાત કંઈ જ નથી. આ શો અનોખો છે અને તેનું મોટુ બજેટ આમિરની ફીને વાજબી ગણાવે છે. આ જ કારણ છે કે આ શો કદાચ ટીવીના ઈતિહાસનો સૌથી મોંઘો શો હશે."

સાંભળવા મળેલી વાતો અનુસાર, બચ્ચનને 'કૌન બનેગા કરોડપિત' અને ખાનને 'દસ કા દમ' માટે 2 કરોડ મળ્યા હતાં. જ્યારે રિતીક રોશનને 'જસ્ટ ડાન્સ'માં જજ બનવા માટે 1.75 કરોડ મળ્યા હતાં


આ પણ વાંચો :