આશા ભોંસલે સામે રાજ ઠાકરેની નારાજગી

વેબ દુનિયા|
PR
P.R
મુંબઈ - ટેલિવીઝન ચેનલ ઉપર યોજાનારા એક સંગીતનાં રિયાલીટી શોમાં દેશનાં સુપ્રસિદ્ધ ગાયીકા આશા ભોંસલે ભાગ લઈ રહ્યા છે. પરંતુ, તેમના આ નિર્ણયથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરે નારાજ થયા છે. કારણ એ છે કે, ટીવી ચેનલનાં આ રિયાલીટી શોમાં પાકિસ્તાની કલાકારોને પણ સ્થાન આપવામાં આવ્યુ છે. પાકિસ્તાની કલાકારો ભારતમાં કામ કરવા આવે તે વાત રાજ ઠાકરેનાં ગળે ઉતરતી નથી.

જેથી તેમણે આશા ભોંસલેને ચીઠ્ઠી લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સાથોસાથ પાક. કલાકારોને કામ આપવા બદલ તેમણે કલર્સ ચેનલ સામે પણ વિરોધ નોંધાવ્યો છે. સામાપક્ષે ચેનલનાં સંચાલકોએ ખુલાસો કર્યો છે કે, આ રિયાલીટી શોનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ચુક્યુ છે અને હવે તેમનાથી પીછેહઠ થઈ શકે તેમ નથી.


આ પણ વાંચો :