એશ્વર્યાએ દીપિકાને આપી ટિપ્સ

વેબ દુનિયા|

IFM
'ખેલે હમ જી જાન સે'ના સેટ પર દીપિકા પાદુકોણની મુલાકાત એશ્વર્યા રાય સાથે થઈ. દીપિકાના અભિનયની શૈલી અને કેરિયર પ્રત્યે તેમના એપ્રોચે એશ્વર્યાને પ્રભાવિત કરી નાખી. એશે દીપિકાને ઘણી મહત્વની સલાહ આપી, જેથી કરીને એ લાંબા સમય સુધી બોલીવુડમાં અભિનય કરી શકે.

આશુતોષ ગોવારીકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં એશ કામ નથી કરી રહી, પરંતુ તેનો પતિ બચ્ચન આ ફિલ્મમાં હીરો છે, તેથી ઘણીવાર તેને મળવા એશ્વર્યા સેટ પર આવતી રહે છે.

દીપિકાએ અભિષેક સાથે સારી મિત્રતા કરી લીધી છે. આમ પણ દીપિકામાં એક ખાસિયત છે કે જે ફિલ્મ્મમાં તે અભિનય કરે છે તે ફિલ્મનો હીરો તેનો મિત્ર બની જાય છે.
'ઓમ શાંતિ ઓમ'માં શાહરૂખ સાથે મિત્રતા થઈ તો 'ચાદની ચોક' પછી અક્ષય કુમાર તેના ગુણગાન ગાવા માડ્યા, 'કાર્તિક કોલિંગ કાર્તિક' ના શૂટિંગ દરમિયાન ફરહાને દીપિકાને કોલ કરવો શરૂ કરી દીધો હતો.


આ પણ વાંચો :