કરીનાના ગળામાં સેફનુ મંગળસૂત્ર

IFM
હાલ સેફ અલી ખાન અને કરીના કપૂરની જોડી કોઈને કોઈ કારણે ચર્ચામાં રહી છે. કદી આ બંનેના લગ્નના સમાચાર કોઈ પેપરમાં છપાય છે તો કદી બંને ફાઈવ સ્ટાર હોટલોના લેડિઝ ટોયલેટમાં રોમાંસ કરતા જોવા મળે છે.

તાજા સમાચાર એ છે કે આજકાલ કરીના પોતાના ગળામાં મંગળસૂત્ર પહેરીને ફરી રહી છે. હાલની પરિસ્થિતિ બતાવે છે કે કરીના સેફનું જ મંગળસૂત્ર પહેરી શકે છે, પણ એ વિશે બેબો કશુ જ બોલવા તૈયાર નથી. બેબો કશુ બોલે કે ન બોલે પણ તેમનુ આ રીતે મંગળસૂત્ર પહેરવુ એ ઘણી વાતો સ્વીકારી લે છે.

વેબ દુનિયા|
બીજી બાજુ સેફની કરીનાને લઈને પઝેસિવનેસ વધી ગઈ છે. થોડા દિવસ પહેલા કરીનાએ અમૃતા અરોડાની પાર્ટીમાં સલમાન ખાન સાથે થોડી વાર શુ કરી લીધી, સેફને સહન ન થયુ અને તેમણે કરીનાને આ વાતને લઈને કરીનાને સારુ એવુ ભાષણ આપી દીધુ. શુ વાત છે ભાઈ...


આ પણ વાંચો :