કેટરીના વિવેક ઓબેરોયની સાથે ફિલ્મ નહી કરે

ભોપાલ| ભાષા|

IFM
અભિનેત્રી કેટરીના કેફે ગઈ કાલે જણાવ્યું હતું કે અભિનેતા સલમાન ખાનના ગુસ્સાથી બચવા માટે તે વિવેક સાથે કામ નહિ કરે.

જાણીતા નિર્માતા નિર્દેશક પ્રકાશ ઝાની ખુબ જ ચર્ચિત રાજનીતિની શુટિંગ માટે ભોપાલ આવેલી કેટરીનાએ રણવીર કપૂરની હાજરીમાં એક પ્રેસ કોંફરંસમાં ના ના કરતાં છેવટે જણાવી દિધું હતુ કે વિવેક ઓબેરોયની સાથે કામ કરવાની તેમની કોઈ જ ઈચ્છા નથી.

તેમને પુછવામાં આવ્યું કે સલમાન ખાને એક અંગ્રેજી દૈનિકને આપેલ સાક્ષાત્કારમાં કહ્યું હતું કે કેટરીના માત્ર એક જ અભિનેતાને છોડીને બધા જ અભિનેતાઓની સાથે કામ કરી શકે છે તો કેટરીનાએ કહ્યું કે, તેઓ પોતાના નિર્ણય જાતે જ લે છે અને આ તેમનો અધિકાર છે. પરંતુ વારંવાર પુછવામાં આવેલ સવાલ પર કે શું તેઓ વિવેક સાથે કામ કરશે? તો છેવટે તેમણે ના પાડી દિધી હતી.
માન્યા આવે તેવી વાત છે કે વિવેકે અભિનેત્રી ઐશ્વર્યા રાયની સાથે જોડાયેલ પ્રસંગને લઈને સલમાન ખાનની વિરુદ્ધ પ્રેસ કોંફ્રેંસમાં તેમને ઘણું ખરાબ સંભળાવ્યું હતું. જો કે પાછળથી તેમણે આ બદલ માફી પણ માંગી હતી.


આ પણ વાંચો :