કૈટરીનાની લાઈફ સ્ટાઈલ બદલાઈ

વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 19 માર્ચ 2009 (17:15 IST)

હાલના દિવસોમાં કૈટરીના કૈફના હાલ પણ ઠીકઠાક નથી. ગત વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મ 'દે દના દન' ની શૂટિંગ દરમિયાન તે ઘાયલ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેને બ્લડ ઈન્ફેક્શનની સમસ્યા આવી ગઈ હતી. તેને દરરોજ 15,00 મિ.ગ્રા દવાઓ લેવી પડતી હતી.

તે હજુ પણ પોતાને સ્વસ્થ્ય અનુભવી રહી નથી. કૈટ કહે છે કે, હું ક્રિસમસ સેલિબ્રેટ કરવા માટે મારા ઘ લંડન ગઈ હતી. હું ઘણી જ થાકી ગઈ હતી અને વધું ચાલી પણ શકતી ન હતી. નવા વર્ષની શરૂઆતમાં જ કૈટે પોતાની લાઈફ સ્ટાઈલ બદલવાનો નિર્ણય કરી લીધો.

તેણે ચિકન ખાવાનું છોડી દીધું છે. તે નિયમિત રૂપે વ્યાયામ કરે છે. ફિટ રહેવા માટે તે કરીના કપૂરથી પણ ટિપ્સ લઈ રહી છે. તેની ડાઈટમાં જંક ફૂડનું કોઈ સ્થાન નથી.


આ પણ વાંચો :