જોનના લિવિંગ રૂમમાં બાઈક

વેબ દુનિયા|
IFM
અભિનેતા જ ઓન અબ્રાહમનો પહેલો પ્રેમ અભિનેત્રી બિપાસા નહી પરંતુ તેની બાઈક છે. જાણવા મળ્યુ છે કે તેઓ અંવા ફ્લેટના ઈંટીરિયર ડેકોરેશનમાં બાઈકનો પણ સમાવેશ કરી રહ્યા છે.

જૉને વિશેષ રૂપે લિવિંગ રૂમમાં બાઈકનો સેટ અપ તૈયાર કરાવ્યો છે. આ આઈડિયા તેને ક્યા મળ્યો એ વિશે પૂછતા જાણ થઈ કે જૉને એક ડેકોર મેગેઝીનમાં કોઈ પેંટહાઉસના લિવિંગ રૂમમાં બાઈકને સસજ્જિત જોઈ, ત્યારથી આ વાત તેમના મગજમાં બેસી ગઈ હતી કે નવા ફ્લેટમાં આવુ જ કંઈક કરવુ જોઈએ. જૉને બાઈક ડેકોરના ડિઝાઈનરને આવુ જ ઈંટીરિયર કરવા માટે કહ્યુ છે.
બાઈક્સને લઈને ઘણીવાર તેમની ગર્લફ્રેંડ બિપાશા સાથે ખટપટ થઈ ચૂકી છે, પરંતુ જૉનની પોતાના બાઈક પ્રત્યેની દિવાનગી જરાપણ ઓછી થઈ નથી.


આ પણ વાંચો :