નચ બલિયે 6 માં આશુતોષ-રેણુકા શ્હાણે જોવા મળશે

P.R


વેબ દુનિયા|
ટીવીના ચર્ચિત ડાંસ રિયાલિટી શો માંથી એક છે સ્ટાર પ્લસનો 'નચ બલિયે' શો, જેનુ છઠ્ઠો ભાગ સુગબુગાહટથી શરૂ થઈ ચુક્યો છે. શો ને લઈને હંમેશા કે ઉત્સુકતા રહે છે. કારણ કે આ શો ની વિશેષતા એ છે કે આ શો ના હરીફો પોતાના જીવનસાથી સાથે સ્ટેજ પર પરફોર્મ કરે છે. એવુ કહેવાય છે કે ચેનલવાળાઓએ શો ની તૈયારી શરૂ કરી દીધી છે. એ માટે ટીવી અને ફિલ્મી દુનિયાના ચર્ચિત ચેહરા સાથે સંપર્ક કર્યો છે. જેમાથી એક જોડી છે આશુતોષ રાણા અને અભિનેત્રી રેણુકા શ્હાણે. એવુ સાંભળવા મળ્યુ છે કે શો વાળાએ આશુતોષ અને રેણુકાનો સંપર્ક કર્યો છે. જો કે તેમણે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.
આ ઉપરાંત કાર્યક્રમના છઠ્ઠા ભાગ માટે મોહિત રૈના, વિવૈન ડીસેના, નકુલ મેહતા, ભારતીય કનાડાઈ અભિનેત્રી સન્ની લિયોન, શૈફ કુણાલ કપૂર, માસ્ટર શૈફ ઈંડિયા 2ના વિજેતા રિપુદમન હાંડા, પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી, શબ્બીર અહલૂવાલિયા, રાકેશ બપતને તેમની પત્નીઓ સાથે આ શો માં ભાગ લેવા માટે સંપર્ક કર્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં 'નચ બલિયે 5' પુર્ણ થયુ હતુ અને જય ભાનુશાલી અને તેમની પત્ની માહિ બિજ તેના વિજેતા રહ્યા. અત્રે એ ઉલ્લેખનીય છે કે નોન ડાંસએર રેણુકા શહાણેએ સીઝન 4થી ટીવી પર કમબેક કર્યુ હતુ,પણ તે જલ્દી આ શો માંથી આઉટ થઈ ગઈ હતી. વર્તમાન સમયમાં રેણુકા-આશુતોષને લગ્ન દ્વારા બે પુત્ર છે. કલ્ચરલ ટીવી મેગજીન સુરભિ દ્વારા ચર્ચિત થનારી રેણુકા હવે ઝલક દિખલા જા સાથે ટીવીની દુનિયામાં કમબેક કર્યુ હતુ ત્યારે તેણે કહ્યુ હતુ કે મે પહેલા આ ઓફર નકારી હતી કારણ કે મને ખબર નહી હું કેવુ નાચીશ, પણ પછી મે વિચાર્યુ કે હુ મારા ડર પર વિજય મેળવી શકુ છુ. પણ તે જલ્દી શો માંથી આઉટ થઈ ગઈ હતી. હવે રેણુકાને એકવાર ફરી આ શો દ્વારા કમબેક કરવાની તક મળી છે. જોઈએ હવે રેણુકા પોતાના પતિ આશુતોષ સાથે શુ કમાલ કરે છે ?


આ પણ વાંચો :