બિપાશાની દુશ્મન સાથે જોન

IFM
બિપાશા બાસુએ પોતાની શરૂઆતની ફિલ્મ 'અજનબી' કરીના કપૂરની સાથે કરી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને બોબી દેઓલ પણ હતા.

અક્ષય અને બોબી તો આ ફિલ્મ દરમિયાન મિત્રો બની ગયા પણ કરીના અને બિપાશાની વચ્ચે આ ફિલ્મ પછી દુશ્મની થઈ ગઈ. બિપાશા ત્યારે નવી હતી આથી કરીનાએ તેના પર હાવી થવાનો પ્રયત્ન કર્યો હતો.

આ ફિલ્મની શૂંટિગ દરમિયાન બંને વચ્ચે ખૂબ ઝગડો થયો હતો. આ ફિલ્મ પછી બંને વચ્ચે 36નો આંકડો બની ગયો છે. એ જ કરીનાની સાથે બિપાશાના બોયફ્રેંડ જોન અબ્રાહમ ફિલ્મ કરવા જઈ રહ્યા છે.

અષ્ટવિનાયક સિને વિજનની આ અનામ ફિલ્મનુ શૂટિંગ વર્ષના અંત સુધી શરૂ થશે. આનુ શૂટિંગ ન્યૂઝીલેંડ કે સ્પેનમાં થી કોઈ એક જગ્યાએ થશે.

IFM
કરીના સાથે ફિલ્મ કરવાનો જોનનો આ નિર્ણય બધાને ચોકાવનારો લાગ્યો કારણ કે બધાને એમ જ થતુ હતુ કે જોન કદીપણ કરીના સાથે કોઈ ફિલ્મ નહી કરે. જોકે જોન પોતાનો બચાવ કરતા જણાવે છે કે બિપાશાને કદી આ વાતથી કોઈ ફરક નથી પડતો કે તે કંઈ અભિનેત્રી સાથે કામ કરે છે.

વેબ દુનિયા|
IFM
આમ તો કરીનાના બોયફ્રેંડ સેફ અલી ખાનની બિપાશા સાથે કરેલી ફિલ્મ 'રેસ' 21 માર્ચના રોજ રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં બંને વચ્ચે થયેલા હોટ સીન આ સમયે ચર્ચાનો વિષય બન્યો છે. આ ફિલ્મ સેફે કરીના સાથે અફેયર શરૂ થતા પહેલા સાઈન કરી હતી.


આ પણ વાંચો :