બોલીવુડમાં ટકતી નથી નાયિકાઓની મિત્રતા

IFM
બોલીવુડમાં એ વાત ખૂબ જ પ્રખ્યાત થઈ રહી છે કે બે નાયિકાઓ વચ્ચેની મિત્રતા વધુ સમય સુધી ટકતી નથી.

રાની મુખર્જી અને પ્રીતિ જિંટા હોય કે પછી ઈશા દેઓલ અને હોય. આ લોકો વચ્ચે એટલી પાકી મિત્રતા હતી કે તેમની મૈત્રીની ચર્ચાઓ થતી હતી. પરંતુ સમયે પોતાની રમત રમી, અને જ્યારે આ નાયિકાઓનો અહંમ જાગ્યો તો તેમની મિત્રતા તૂટવામાં વધુ સમય ન લાગ્યો.

મધુર ભંડારકરની ફિલ્મ 'ફેશન' દરમિયાન પ્રિયંકા ચોપડા અને કંગના રાનાવત વચ્ચે પાકી દોસ્તી થઈ ગઈ હતી. બંને શૂટિંગમાં ખાલી સમયે ઘણી લાંબી ચર્ચા કરતી હતી. પ્રિયંકાએ કંગનાને મેકઅપની ટીપ્સ પણ આપી હતી. ફિલ્મ રજૂ થયા પછી બંને વચ્ચેના સમીકરણ બદલાઈ ગયા. વાત એમ છે કે ફિલ્મ રીલિઝ થયા પછી બંને વચ્ચે હરીફાઈ લાગી ગઈ કે કોણે સારુ કામ કર્યુ છે. કેટલાક લોકોનુ માનવુ હતુ કે કંગનાએ સારુ કામ કર્યુ છે તો કેટલાકનું માનવુ હતુ કે પ્રિયંકાએ સારુ કામ કર્યુ છે. આ સિવાય ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ ફક્ત પ્રિયંકાનુ જ નામ આગળ કરવામાં આવ્યુ. જેને લઈને કંગનાના મનમાં ગુસ્સો હતો.

વેબ દુનિયા|
ફિલ્મ રીલિઝ થયા પ્છી ફિલ્મના નિર્દેશક મધુર ભંડારકરે ફિલ્મના પ્રમોશન માટે ઘણા પ્રકારના આયોજન કર્યા હતા, જેમાં કેટલાકમાં કંગનાએ તો કેટલાકમાં પ્રિયંકાએ ભાગ લેવાનો હતો. પરંતુ બંને જણે ફિલ્મનો પ્રચાર કરવાની ના પાડી દીધી. મધુરના કહેવાથી પ્રિયંકાએ કેટલાક કાર્યક્રમોમાં ભાગ તો લીધો પણ ફિલ્મની બીજી હીરોઈન મુગ્ધા ગોડસે સાથે. બંને વચ્ચેની મિત્રતાને લઈને એવુ કહેવાય રહ્યુ છે કે થોડા સમય પછી જ ખબર પડી જશે કે બંને વચ્ચે લડાઈનુ કારણ લોકપ્રિયતા છે કે બીજુ કંઈ ?


આ પણ વાંચો :