માધુરી વાર્તાની શોધમાં

નઇ દુનિયા|

IFM
માધુરીની કમબેક ફિલ્મ આજા નચ લે ફ્લોપ ગઈ અને આપણી સ્વીટ સ્માઈલિંગ માધુરીનુ કમબેક જ્યાનુ ત્યાં જ રહી ગયુ. જો કે માધુરીને ફિલ્મોની ઓફર મળી રહી છે પરંતુ હવે માધુરી સાચવીને ડગ માંડવા ઈચ્છે છે. હવે માધુરી એ વાર્તાઓ પર ધ્યાન આપી રહી છે જેને કરવા માટે કાંઈક વિશેષ હોય. કદાચ આ જ કારણ છે કે માધુરીનો વફાદાર સેક્રેટરી રિંકુ માધુરીના જૂના નિર્માતા નિર્દેશકોને તેમની માટે વાર્તા શોધવા કહી રહ્યા છે. તાજેતરમાં જ રિંકુએ શો મેન સુભાષ ઘાઈને પણ સારી વાર્તા શોધવા માટે કહ્યુ, હવે આ મહેનત શુ રંગ લાવશે એ તો આવનારો સમય જ બતાવશે.


આ પણ વાંચો :