મુંબઈ આવીને મારુ સપનું સાચુ થઈ ગયુ - સની લિયોન

P.R

એવુ કહેવાય છે કે એકવાર જે મુંબઈ આવે છે તે મુંબઈવાસી થઈ જાય છે. કંઈક આવુ જ કનાડાઈ પોર્ન સાર અને ભારતીય મૂળની બોલીવુડ અભિનેત્રી સની લિયોનની સાથે થયુ, જે માયાનગરીની 'માયા'માં ડૂબી ગઈ છે.

સની લિયોને માઈક્રો બ્લાગિંગ વેબસાઈટ પર લખ્યુ, ;જો તમે મને એક વર્ષ પહેલા કહેતા કે મુંબઈ મારુ ઘર બનવા જઈ રહ્યુ ચ હે તો હુ તમારા પર ક્યારેય વિશ્વાસ ન કરતી. પણ આજે હુ અહી રહુ છુ તો એવુ લાગે છે કે હુ મારા ઘરે પાછી આવી છુ. મને લાગે છે કે સપનુ સાચુ થઈ ગયુ, પણ આ તો માત્ર શરૂઆત છે.

ઉલ્લેખનીય છે કે ટીવી સીરિયલ 'બિગ બોસ'ના દ્વારા ભારતમાં પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરનારી પોતાની પ્રથમ ફિલ્મ 'જીસ્મ-2' બાદ સ્વદેશ પરત ફરી ગઈ હતી. તાજેતરમાં જ તે મુંબઈ પાછી આવી છે અને પરત ફરતા જ તેણે પોતાનો સાડી પહેરેલ ફોટ ટ્વિટર પર અપલોડ કર્યો છે.

વેબ દુનિયા|
તેણે કહ્યુ 'આજે મારો દિવસ સારો રહ્યો. હુ સમજુ છુ કે મને રહેવા માટે એક ખૂબ જ સરસ અને સુંદર સ્થાન મળી ગયુ છે. જેની મને આશા પાણ નહોતી. આ એક પેંટ હાઉસ છે. લગભગ એક હજાર વર્ગ ફૂતની અગાશી, ત્રણ બેડરૂમ છે. આ ખૂબ મોટો ફ્લેટ છે, સામે જ સમુદ્ર છે. હું ખૂબ જ રોમાંચિત અનુભવી રહી છુ.


આ પણ વાંચો :