મુન્નીના ભાવ વધ્યા

વેબ દુનિયા|
IFM
મલાઈકા અરોરા ખાને સપનામાં પણ નહોતુ વિચાર્યુ કે 'મુન્ની બદનામ હુઈ' ગીત આટલુ લોકપ્રિય થશે. હવે તેણે પોતાના ભાવ વધારી દીધા છે અને આઈટમ સોંગને બદલે ઘણુ ધન માંગવા લાગી છે.

મુન્ની ભલે બદનામ થઈ, પરંતુ મલાઈકા ફેમસ થઈ ગઈ. ઘણા લોકોએ 'દબંગ' બીજીવાર જોઈ હોય તો માત્ર આ ગીત માટે જોઈ.

બોલીવુડ દેખાદેખી માટે જાણીતુ છે. મુન્ની બદનામ થઈ જેવા ગીતો દરેક નિર્માતા પોતાની ફિલ્મમાં નાખવા માંગે છે. જાણવા મળ્યુ છે કે સંજય દત્તે કંઈક આવા જ પ્રકારનુ ગીત 'ગંગૂબાઈ પે આઈ જવાની' 'નોકઆઉટ'ના નિર્માતા પર દબાવ નાખીને ફિલ્મમાં જોડ્યુ છે.
મલાઈકાને પણ આઈટમ નંબર માટે સાઈન કરવા માટેના નિર્માતાઓની લાઈન લાગી છે. અભિનયને બદલે આઈટમ સોંગ કરવા એ મલાઈકાની પહેલાથી જ પ્રાથમિકતા રહી છે. સૂત્રોનુ કહેવુ છે કે આ ગીતના હિટ થયા પછી મલાઈકાએ મોટી રકમ માંગવી શરૂ કરી દીધી છે. થોડા દિવસો પહેલા એક નિર્માતા તેને સાઈન કરવા પહોચ્યા તો મલાઈકાએ એટલી મોટી પ્રાઈસ માંગી કે તે ફિલ્મમાં કામ કરી રહેલ અભિનેત્રીના મહેનતાણાં કરતા પણ વધુ હતી.


આ પણ વાંચો :