લતાજીને જન્મદિવસની શુભેચ્છાઓ

વેબ દુનિયા|

BBC
અવાજનો સુર છોડીને લોકોને પોતાના દિવાના બનાવી દિધેલ લતા મંગેશકરની આખી જીંદગી ગાવાની ઈચ્છા છે. 80 વર્ષની થઈ ગયેલી લતાની ઈચ્છા છે કે તે પોતાના છેલ્લા શ્વાસ સુધી ગાઈ શકે.

'મહેલ' ફિલ્મના 'આયેગા આનેવાલા' ગીતથી 1949માં સંગીતની દુનિયામાં પોતાનું પગલુ માંડનાર લતાને ભારતીય સિનેમા જગતમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ પાર્શ્વગાયિકા મનાવામાં આવે છે. લતાએ અત્યાર સુધી 50000 જેટલા ગીતને પોતાનો અવાજ આપ્યો છે.

60 વર્ષના પોતાના કેરિયરના સફરને યાદ કરતાં લતા કહે છે, કોઈ પણ સારો જ અનુભવ કરતુ હશે પણ જ્યારે આજે હું 80 વર્ષની થઈ ગઈ છું ત્યારે હું ખરેખર ખુબ જ સારૂ અનુભવી રહી છું. પોતાની મહાન ઉપલબ્ધીઓને કારણે જાણીતી થયેલી લતા પોતાની જીંદગી અને કેરિયરથી ખુબ જ સંતુષ્ટ છે.
જ્યારે લતાજીને તેમના જન્મદિવસની ઉજવણી વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, હું આખો દિવસ મારા પ્રશંસકોને ફોનના જવાબ આપતી રહીશ અને મારા પરિવાર સાથે સમય પસાર કરીશ. આ સિવાય મારી કોઈ ખાસ યોજના નથી.


આ પણ વાંચો :